________________
બાલ બ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ નમો નમો નિમ્મલદંસણસ્સ પૂ. શ્રી આનંદ ક્ષમા લલિત સુશીલ સુધર્મસાગર ગુરુભ્યો નમઃ
આગમકથાનુયોગ-૨
ખંડ-૧-ઉત્તમપુરુષ ચરિત્ર-(ચાલુ)
૦ ભૂમિકા : પ્રથમ ખંડમાં ઉત્તમપુરુષ ચરિત્ર કથાનકો સમાવિષ્ટ કરાયેલા છે. તેમાં તીર્થંકર કથાનક વિભાગ પૂર્ણ થયો. આ ભાગમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને પ્રતિવાસુદેવનું કથન કરવામાં આવશે. એક અવસર્પિણી કે ઉત્સર્પિણી કાળમાં ભરત આદિ કોઈપણ એક ક્ષેત્રમાં ૨૪–તીર્થંકર, ૧૨-ચક્રવર્તી, ૯-વાસુદેવ, ૯-બળદેવ, ૯-પ્રતિવાસુદેવ રૂપ ૬૩–ઉત્તમ પુરુષોની ગણના થાય છે. બીજા મતે નવ પ્રતિવાસુદેવની ગણના ન કરતા ૫૪–ઉત્તમ પુરુષોની સંખ્યા ગણવામાં આવે છે. આ અરહંત આદિની, તેના વંશની ઉત્પત્તિ વગેરે આ પ્રમાણે છે --
–
૦ અઢીદ્વીપમાં અરહંત આદિ વંશની ઉત્પત્તિ :
આગમ સંદર્ભ :– ઠાણાંગ–૮૯, ૧૫૧;
-
33
જંબુદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં એક યુગમાં બે અર્હત્ વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં – એક યુગમાં બે ચક્રવર્તી વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયમાં, એક યુગમાં બે દશારવંશ (વાસુદેવ–બળદેવનું કુળ) ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે.
જંબુદ્વીપ નામક દ્વીપના ભરત અને ઐરવત વર્ષક્ષેત્રમાં પ્રત્યેક અવસર્પિણી– ઉત્સર્પિણીમાં આ ત્રણ વંશ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જેમકે અર્હત વંશ, ચક્રવર્તી વંશ અને દશાર્હ વંશ.
-
આ જ પ્રમાણે યાવત્ પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધ અને પશ્ચિમાર્ક માટે પણ સમજી લેવું (અર્થાત્ ઘાતકીખંડદ્વીપ અને પુષ્કરવરદ્વીપાર્ધના પૂર્વાર્ધમાં અને પશ્ચિમાર્ધમાં આ ત્રણ— ત્રણ વંશ ઉત્પન્ન થયા છે થાય છે અને થશે.)
૦ અઢીદ્વીપમાં અરિહંતાદિની ઉત્પત્તિ :–
-
For Private & Personal Use Only
આગમ સંદર્ભ – ઠાણાંગ–૮૯, ૧૫૧;
જંબુદ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે એક યુગમાં બે અરિહંત ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે ઍક યુગમાં બે ચક્રવર્તી ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબુદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે – એક યુગમાં બે બળદેવ ઉત્પન્ન થયા છે, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. જંબૂદ્વીપમાં ભરત અને ઐરવત ક્ષેત્રમાં એક સમયે, Jain| ૨/૩ |nternational
www.jainelibrary.org