________________
આગમ કથાનુયોગ-૨
હે ગૌતમ ! તે સુમંગલ દેવ—દેવના આયુનો ક્ષય, ભવનો ક્ષય અને સ્થિતિનો ક્ષય થયા પછી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવત્ – સર્વ દુઃખોનો અંત કરશે. (* અહીં સુમંગલ અણગારની શેષ કથા કેવળ ચાલુ કથાના અનુસંધાને હોવાથી નોધેલ છે. તેનો નિર્દેશ શ્રમણ કથાનકમાં તો અલગથી કરેલો જ છે.)
૦ ગોશાળાના જીવની દુ:ખ પ્રચૂર ભવ પરંપરા :
હે ભગવંત ! સુમંગલ અણગાર દ્વારા અશ્વ, રથ, સારથી સહિત ભસ્મ રાશિ કરાયેલો વિમલવાહન રાજાનો (ગોશાળાનો) જીવ ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! સુમંગલ અણગાર દ્વારા અશ્વ, રથ, સારથીસહિત ભસ્મરાશિ કરાયેલ વિમલવાહન રાજાનો (ગોશાળાનો) જીવ અધઃસપ્તમ પૃથ્વીમાં (સાતમી નરક ભૂમિમાં) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા નરકોમાં નૈયિક રૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી તે ગોશાળાનો જીવ સાતમી નારકીમાંથી નીકળીને મત્સ્યપણે ઉત્પન્ન થશે. ત્યાં તેનો શસ્રના દ્વારા ઘાત થવાથી તેને દાહજવરની પીડા ઉત્પન્ન થશે. તે પીડાથી પીડિત થઈને કાળ કરીને ફરીથી બીજી વખત સાતમી નારકી ભૂમિ – અધઃસક્ષમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી તે સાતમી નારકીથી ઉદ્વર્તન કરીને (નીકળીને) ફરી વખત પણ મત્સ્યમાં ઉત્પન્ન થશે. તે ત્યાં પણ શસ્ત્રના દ્વારા ઘાત પામશે. તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, દાહની પીડાથી પીડિત થઈને કાળના સમયે કાળ કરીને છટ્ઠી નરકભૂમિ એવી તમસ્તમા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થશે.
૩૦૮
ત્યારપછી તે (ગોશાળાનો જીવ) ત્યાંથી ઉર્તન કરીને (નીકળીને) સ્ત્રીરૂપે ઉત્પન્ન થશે. સ્ત્રીના ભવમાં પણ શાસ્ત્રાઘાતથી ઘાતિત થશે, તેના કારણે દાહજ્વરથી પીડિત થશે, તે પીડા ભોગવતો કાલ માસમાં કાળ કરીને બીજી વખત પણ છટ્ઠી નરકભૂમિ તમસ્તમાં પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી ત્યાંથી (છઠ્ઠી નરકભૂમિથી) નીકળીને ગોશાળાનો જીવ બીજી વખત પણ સ્ત્રીરૂપે ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્રથી વધ થશે, તેના કારણે તેને દાહ ઉત્પન્ન થશે, દાહની પીડાથી પીડિત થઈને મૃત્યુ સમયે મૃત્યુ પામીને પાંચમી નરકભૂમિ ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી તે ગોશાળાનો જીવ પાંચમી નરકભૂમિથી નીકળીને ઉર:પરિસર્પ રૂપે ઉત્પન્ન થશે. અહીં પણ શસ્ત્રના દ્વારા વધ થશે. તેનાથી દાહ ઉત્પન્ન થશે. તે દાહની પીડાથી પીડિત થઈ કાળ સમયે કાળ કરીને બીજી વખત પણ પાંચમી નરકભૂમિ ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉત્પન્ન થશે.
ત્યારપછી ત્યાંથી નીકળીને બીજી વખત પણ (તે ગોશાળાનો જીવ) ઉર:પરિસર્પોમાં ઉત્પન્ન થશે. ત્યાં પણ તેનો શસ્ત્ર દ્વારા વધ થશે. તેના શરીરમાં દાહ ઉત્પન્ન થશે, દાહથી પીડિત થઈને કાલમાસમાં કાળ કરીને ચોથી નરકભૂમિ—પંકપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સ્થિતિવાળા નરકાવાસોમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થશે.
ત્યારપછી પંકપ્રભા પૃથ્વીથી નીકળીને ગોશાળાનો જીવ સિંહરૂપે ઉત્પન્ન થશે. ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org