________________
તીર્થંકરાનું બેંક ચરિત્ર,
( ૧૭ )
ત્યારબાદ હમેશાં એક કરોડ અને આઠ લાખ સોનામહારાનુ દાન કરે છે. એક વરસની અ ંદર, આ નીચેના ફ્લેાકમાં સેના મહારાની જેટલી સ ંખ્યા બતાવી છે તેટલુ દાન કરે છે.
वत्सरेण हिरण्यस्य, ददौ कोटीशतत्रयम् । अष्टाशीतिं च कोटीनां, लक्षाशीतिं च नाभिभूः || १॥
એક વર્ષમાં ૩૮૮ ક્રેડ તથા ૮૦ લાખ સાના મહેારાનુ
અર્થ દાન આપે છે.
તેમજ પેાતાનુ રાજ્ય પુત્રાદિકને વહેંચી આપે છે, કે જેથી કરીને પાછળથી ક્લેશ પેદા ન થાય, ઈત્યાદિ પ્રકારે મૂર્છા ઉતારી મહાત્સવ પૂર્વક શિખિકા ( પાલખી ) માં આરોહણ કરી શહેરની મહાર અશોક વૃક્ષની નીચે જઈ શિખિકાથી નીચે ઉતરે છે. અહીં, જેવી રીતે મયૂર પેાતાના પીછાંના ત્યાગ કરે, તે પ્રમાણે સમસ્ત આભૂષા ઉતારી નાંખી પ્રભુજી સ્વયમેવ પાંચ મુષ્ટિ લેાચ કરે છે, અર્થાત્ કેશાપનયન કરે છે, તે સમયે ઈન્દ્ર મહારાજ આવી પ્રભુને દેવ
( વજ્ર ) અર્પણ કરે છે. આજ વખતે ભગવાનને ચતુર્થ મનઃ૫ૉયજ્ઞાન ઉત્પન્ન થાય છે. હુવે ભગવાન સર્વ પાપ વેપારને ત્યાગ કરી, અનગાર પદ ધારણ કરી, જે સ્થળે દીક્ષા લીધી હોય તે સ્થળેથી, વિહાર કરી ગ્રામાનુગ્રામ વિચરે છે.
પરંતુ જ્યાં સુધી પેાતાને પાંચમું કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી, ત્યાં સુધી પોતે માન રહે છે અર્થાત્ કોઇને ઉપદેશ આપતા નથી. કારણકે જ્યાં સુધી પેાતાને સૂક્ષ્મ તેમજ વ્યવહિત અને ઘણે દૂર રહેલી વસ્તુઓનુ જ્ઞાન યથાસ્થિત થાય નહિ, ત્યાં સુધી વચન વર્ગણામાં ફારફેર થઈ જવાના સંભવ છે. માટેજ પ્રભુજી કેવળજ્ઞાનને પામ્યા સિવાય કાઈને ઉપદેશ આપતા નથી.
વળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ, ‘અન્તર, જ્યોતિષ્ક, ભુવનપતિ, વૈમાનિક ॰ એવા નામથી ઓળખાતા ચાર પ્રકારના દેવતાએ જે સમવસરણ રચે છે તેની અંદર પાતે બિરાજમાન થઈ દ્વાદશ પરિષદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org