________________
માગનુરિના પાંત્રીસ ગુ.
(૩૫)
તે ગૃહસ્થાભાવનું કારણ છે. કેવળ ધમસેવાને ધમ તે મુમુક્ષુ જનેને છે. અહીં ગ્રહસ્થ ધર્મને અધિકાર છે, માટે કેવળ ધર્મસેવા પણું વ્યાજબી નથી.
વળી જે માણસ ધર્મને છેડી અર્થ અને કામની સેવા કરે છે, તે બીજ ખાઈ જનાર કણબીની માફક દુઃખી થાય છે કે એક કણબી ઘણી મહેનતે બીજ લાગે, અને તેને ખાઈ ગયે; પરંતુ વરસાદના સમયમાં તેને ખેતરમાં વાવી શક્યું નહિ. તેથી ધાન્યને અભાવ થયે; અને ધાન્યના અભાવમાં સુખને અભાવ થયે, તેમ ધર્મ એ અર્થ અને કામનું બીજ છે. તેને છેડ અર્થ અને કામ સેવનાર કસુબીની માફક ઘણે દુઃખી થાય છે.
હવે કઈ કહે કે ધર્મ અને કામ સેવવા, પરંતુ અર્થ અનર્થ ઉત્પન્ન કરે છે, માટે તેને આદર કર નાહ; કારણકે ધર્મથી પરભવ સુધરશે, અને કામથી આ ભવ સફળ થશે તે હવે શી આપત્તિ છે? આમ વિચાર કરનાર જરા લાંબે વિચાર કરે તે આવી ગંભીર ભૂલમાં પડે નહિ. ગૃહસ્થાવાસમાં અર્થ સિવાય, ધર્મ અને કામ સેવવા કઠિન છે. એટલે કે અર્થ વિના ધર્મ અને કામની સેવા બનવાની નથી. કારણકે અર્થ નામના પુરૂષાર્થનું સાધન નહિ કરવાથી દેવું થાય છે, અને દેવાદાર માણસ દેવગુરૂની સેવા કરી શકે નહિ. તથા નિશ્ચિત્તપણે સાંસારિક કાર્યો પણું કરી શકે નહિ. માટે ધર્મ અને કામની સાથે અર્થસેવાની આવશ્યકતા છે.
ધર્મ અને અર્થની સેવા કરનાર દેવાદાર થાય નહિ અને પરલેક પણ સુધરે, જેથી કોઈ પણ આપત્તિ આવવાને સંભવ નથી, માટે ધર્મ અને અર્થની સેવા કરવી; પરંતુ પાપી કામને ક્રેડે ગાઉ દૂરરાખવે. આ વિચાર સુંદર છે, તે પણ અહીંઆ ગૃહસ્થને અધિકાર હેવાથી કામની સેવાના અભાવમાં ગૃહસ્થાભાવરૂપ આપત્તિ છે; માટે ત્રણ વર્ગને એગ્ય રીતે સેવનાર પુરૂષ ધર્મને લાયક છે. કદાચિત કર્મવશાત્ બાધા થાય તે ધર્મ, અર્થ અને કામ એમ ઉત્તરોત્તર બધાને સંભવ થઈ શકે, તેટલા માટે પૂર્વ પૂર્વને બાધા થવા દેવી નહિ. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org