________________
માનુસારીના પાંત્રીસ ગુણે.
(૩૨૧) विद्युच्चैः स्थैर्य पदमनुविधेयं च महतां प्रिया न्याय्या वृत्तिमलिनमसुत्नॉऽप्यसुकरम् । असन्तो नाभ्योः सुहृदपि न याच्यस्तनुधनः सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥१॥
વિપત્સમયે ઉંચા પ્રકારની સ્થિરતા રાખવી, મહાપુરૂષના પદનું અનુકરણ કરવું, ન્યાયયુકત વૃત્તિને પ્રિયકર સમજવી, પ્રાણના નાશ સમયે પણ અકાર્ય, ન કરવું, દુર્જનોને પ્રાથના ન કરવી, તેમજ થોડા ધનવાળા મિત્રની પણ યાચના ન કરવી; આ પ્રકારનું તલવારની ધારા જેવું દુર્ઘટ, સત્પનું વ્રત કેણે કહ્યું? અર્થાત તેને સત્યવક્તા તથા તવેતાએઅ બતાવેલ છે.
હવે માર્ગાનુસારિને ત્રીજો ગુણ કહેવામાં આવે છે. કુલ શીલ સરખા હેય તથા ગોત્ર ભિન્ન હોય તેની સાથે વિવાહ કરવો. કુલ એટલે પિતા, પિતામહાદિ પૂર્વવંશ, તથા શીલતે મઘમાંસ નિશભજન ઈત્યાદિના ત્યાગ રૂપ જાણવું. આ ઉપર કહેલ બંને કુલ તથા શીલ તુલ્ય હેય તે સ્ત્રી પુરૂષને ધર્મસાધનામાં અનુકૂલતા થાય. પરંતુ જે કુલ, શીલ સરખાં ન હોય, તે હમેશાં ઝગડે થવાને સંભવ રહે છે. ઉત્તમ કુલની કન્યા લઘુ કુલના પુરૂષને દબાવે, તથા હમેશાં ધમકી આપે, કે હું મારે પીઅર ચાલી જઈશ. તેમજ જે નીચ કુલની હેય તે પતિવ્રતાદિ ધર્મમાં ખામી પાડે. તેટલા સારૂ સદશ કુળની ખાસ જરૂરીયાત છે, તેમજ પૂર્વોકત શીલ જે ભિન્ન પ્રકારનું હોય તે ધર્મસાધનમાં પ્રત્યક્ષ વધે પડે. એકને મદ્યપાન, માંસાહાર અથવા રાત્રિભેજન કરવું હોય, અને બીજાને તેના ઉપર અણગમે હોય તેવી પર સ્પર પ્રેમભાવ વધે નહિ અને તેથી સાંસારિક વ્યવહારમાં જરૂર ખામી પડે. અને તેમ હોવાથી ધર્મધ્યાનમાં, વગર કહે, વધે દષ્ટિગેચર થાય છે. માટે સદશ શીલની ખાસ આવશ્યકતા છે, વર્તમાનકાળમાં એક ધર્મના બે સમુદાય છે, કે જેમાં ફક્ત ક્રિયાકાંડને ભેદ હોય છે, તેની અંદર કન્યાવ્યવહાર થાય છે ત્યાં પણ ધર્મવિરૂદ્ધતાનાં કારણેથી સ્ત્રી પુરૂષ જન્મસુધી વૈરવિરોધવાળા માલુમ પડે છે. તે પછી કુલ શીલ અત્યંત વિસદશ હોય તેની તે વાત જ શી?
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org