________________
પ્રકરણની પૂર્ણાહુતીમાં ઉપદેશ.
(૩૧૩)
જાગટામાં આસક્ત થએલા માણસના ધનને નાશ થાય છે. માંસમાં લુપી માણસની દયાને નાશ થાય છે, મદિરામાં આસક્ત થએલ માણસના યશને નાશ થાય છે જ્યારે વેશ્યાગમનમાં આસક્ત પ્રાણીના કુળને નાશ થાય છે, એટલે કુળ વધે નહિ. ૧૭.
હિંસામાં આસક્ત માણસના રૂડા ધર્મને નાશ થાય છે, ચેરીમાં આસક્ત થવાથી શરીરને નાશ થાય છે, તેમજ વળી પર સ્ત્રીમાં લંપટ થએલા પ્રાણીના સર્વ દ્રવ્યને તથા ગુણને નાશ થાય છે અને અધમ ગતિ થાય છે. ૧૮.
દરિદ્ર પુરૂષથી દાન થઈ શકવું દુષ્કર છે, ઠકુરાઈ પણામાં ક્ષમા કરવી દુર્લભ છે, સુખચિત માણસને ઈચ્છાને નિરોધ કરે મુશ્કેલ છે તે યુવાવસ્થામાં ઇદ્રિયનિગ્રહ દુષ્કર છે, એ ચાર બહુજ દુષ્કર સમજવા-૧૯.
આ સંસારને વિષે શ્રી જિનેશ્વર મહારાજે જીવિતવ્ય (જીવેનું આયુષ્ય)ને અશાશ્વતું કહેલું છે, તેથી કરીને સાધુજનોએ ઉપદે. શેલા ધર્મને હે જીવ! તું આચરજે, કારણકે ધર્મ તેજ ત્રાણુ છે. અર્થાત્ અનર્થથી બચાવનાર છે, શરણ કરવા યોગ્ય છે, તેમજ શુભ ગતિને આપનાર છે, તેથી ધર્મનું સેવન કરવાથી પ્રાણિઓ સુખ સંપાદન કરે છે. ૨૦
આ તમ કુલકને ભાવાર્થ સંપૂર્ણ થયે. આશા છે કે પાઠક તેને સમરણમાં રાખશે, અને ઉપર કહેલા તમામ લખાણમાંથી સાર ગ્રહણ કરી સજજનતાને પરિચય આપશે કે જેથી મારે શ્રમ સફળ થયેલે સમજીશ. તથાસ્તુ.
ત્રીજું પ્રકરણ સમાસ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org