________________
જ્ઞાન અને સદાચાર,
(૧૮)
વારના સુખ માટે સાગરેપમનાં દુઃખ ન વેરે, અમૂલ્ય ચારિત્રરત્નને સુખાભાસ માટે હારી જાએ નહિ. નરકની ક્ષેત્રવેદના, પરમાધાર્મિકકૃતવેદના, પરસ્પર યુદ્ધ જન્ય વેદના એમ વિવિધ પ્રકારની વેદના નારકીના છ સહન કરે છે, તે વેદનાઓને કામાધીન સાધુ પવભવ. માં સહે છે. જેઓએ વ્રતભંગ કર્યો હોય છે, તેઓ વળી તીર્યચ ગતિમાં જાય છે. ત્યાં અતિભાર, ગાઢ પ્રહાર, તૃષા, ક્ષુધા, તથા પરાધીનતા આદિ અનેક કષ્ટ સહે છે. લેકે તેવા પશુઓનાં કષ્ટ દેખી ત્રાસ પામે છે. પરંતુ સ્વયં દૂર કર્મો કરતાં થાક્તા નથી. સર્વત્ર પ્રસાદ અશુભ ફળ આપે છે. શાસ્ત્રકારે તેટલા સારૂ પ્રમાદને ત્યાગ કરવા અનેક પ્રકારે ઉપદેશ કરે છે. પ્રમાદી માણસ પોતાનું ઉદર ભરવામાં પણ આળસુ બને છે. કેટલેક ઠેકાણે પ્રત્યક્ષ અનુભવાય છે કે પ્રમાદી દિનભર ભૂખ્યા રહે છે, અથવા પાણી પાનાર કેઈ ન મળે હેય તે બે કલાક સુધી તરસ્ય રહે છે. ઈત્યાદિ તમામ કાર્યમાં તેની દુર્દશા નજરે અનુભવાય છે, તેમજ ધર્મકાર્યમાં પ્રમાદી જીવ શુન્ય. ચિત્તે બેસી રહે, પરંતુ સમય સમયની ક્રિયા કરે નહિ. ગપ્પા મારવા હોય તે શૂરે પૂરે, પરંતુ પ્રતિલેખન, પ્રતિક્રમણાદિ ક્રિયાને સમય આવે કે તરત સુસ્ત બને. થોડા કાળમાં જે કાર્યસિદ્ધિ થનાર હતી, તેને પ્રમાદી માણસ દીર્ઘકાળે થનારી બનાવે છે, તે ઘણેજ ખેદને વિષય છે. લગ્ન સમય નિદ્રામાં જાય તે પછી અન્ય સમય નિદ્રામાં જાય તેમાં આશ્ચર્ય પણ શું ? જે આત્મ સાધનને તથા કમ નિજ, રાને સમય હોય તેજ સમય કર્મ બંધ થાય તે સમજવું કે હજુ ભવસ્થિતિ ઘણું લાંબી છે. અક્કલ વિનાના આળસુ જી રતનચિન્તા. મણીને ત્યાગ કરી કાચને સ્વીકાર કરે. ભવસમુદ્રમાં નૌકા સમાન જે ચારિત્ર તેને છોડી પથર તુલ્ય વિષયનું આલંબન કરવા સાથે પિતાની કીર્તિ રાખવા સારૂં જે કષ્ટ સહે છે તેજ ક જે આત્મને માટે સહન થાય તે કાંઈ બાકી ન રહે. પરંતુ કર્મરાજા જેમ ભવચકમાં નચાવે તેમ નાચે છે. સૂત્રકાર વળી પ્રકારાન્તરે ઉપદેશ કરે છે અને તે સાથે એમ પણ સૂચવે છે કે અત્યન્ત પ્રમાદી માણસ અંતમાં નાસ્તિક બને છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org