________________
સાધુઓને ઉપદેશ ચાલુ
(૧૫૯)
કુટુંબનું પેષણ કરવું તેને જ ધર્મ માને છે, તેમજ કેટલાક માયા પ્રપંચ વડે લેકેને ઠગે છે. પરંતુ હે મુને! તારે તે નિમયિપણે કાર્ય કરીને વર્તવું તથા શીત ઉષ્ણદિ પરિસહ મન વચન તથા કાયાએ કરીને સહન કરવા.
વિવેચન ચંચળ દ્રવ્ય માટે કેટલાક પુરૂષે વિકટ અટવીમાં જાય છે. કાળા પાણુને ઓળઘે છે, વચન કમને છેડે છે, અસેવ્યને સેવે છે તથા અકૃત્યને કૃત્ય સમજે છે એટલું જ નહિ પરંતુ જ્યાં બેસે છે ત્યાં ભારે ચિન્તા સહિત રહે છે; દાખલા તરીકે કેઇ એક પુ. રૂષ જેલમાં અથવા સ્ટીમરમાં બેઠેલે છે, ધારે છે તેની કમરમાં અથવા ખીસામાં કેઈ જોખમવાળી ચીજ છે, તો તે માણસ સુખેથી નિદ્રા લેતે નથી, કદાચ જરા નિદ્રા આવી ગઈ તે પોતે વિશ્વાસપાત્ર જનેના સમહમાં બેઠેલા હોવા છતાં તરત કમર ઉપર અથવા ખીસા ઉપર હાથ જશે. એટલેથીજ સતેષ માનશે એમ નહિ પરંતુ બરાબર તપાસ કરશે. જૂઓ વિચાર કરવાની જરૂર છે કે ચંચળ દ્રવ્યને માટે આટલી બધી કાળજી રાખવી પડે છે, જ્યારે જે જીવન કેટી રૂપીઆ ખર્ચવા છતાં એક ઘડી માત્ર પણ મળી શકે તેમ નથી તે જીવન, પ્રમાદ વિકથા અને વિનેદાદિકમાં ચાલ્યું જાય છે, તેની તેને બિલકુલ દરકાર નથી. જે મનુષ્યનું આયુષ્ય સુતિ રૂપ નગરમાં પહોંચવાને માટે એક સાધન તુલ્ય છે તેને માટે જરા પણ વિચાર સરખે પણ નથી. તેટલાજ સારૂ સૂત્રકારે બાળ એ શબ્દ આપેલું છે. બાલની અજ્ઞાનજન્ય ક્રિયાને જોઈ વિચારીને મુનિઓએ બાળ થવું નહિ, તે પ્રમાણે ભલામણ કરેલ છે. જોકે અધર્મને ધર્મ માની હિંસા કરે છે, તથા મેહને લીધે કુટુંબ પોષણને સુપાત્રદાન સમજે છે તે પણ મિચ્યા છે. કેટલાક લેકે માયા વડે ભદ્રિક પુરૂષને ઠગે છે. તેઓ વસ્તુતઃ સ્વયં ઠગાય છે. માટે હે સાધે! તું જરા પણ માયા કરીશ નહિ. માયા કરનાર પુરૂષ હજાર કષ્ટાનુષ્ઠાન કરે પણ તે નકામું છે. નિર્માયી થઈ સમભાવ પૂર્વક સુખ દુઃખને સહન કરવા. સુખ આચ્ચે જીવવાની આશા ન કરવી, દુઃખ આવ્યે મરણકાંક્ષા ન કરવી, શીત ઉષ્ણદિક પરિસહેને સહન કરવા ઈત્યાદિક હિતશિક્ષા આપી. હવે દષ્ટાંત પૂર્વક સાધુઓને શ્રીવીતરાગના ધર્મ ઉપર દૃઢ રહેવા ઉપદેશ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org