________________
(૧૩૪)
ધર્મદેશના નામ પડવું તે નીચે પડવાનું સૂચવે છે, અને તે જ પ્રમાણે ભારતભૂમિમાં આપણે તેજ પ્રત્યક્ષ મામલે અનુભવીએ છીએ. કહ્યું પણ છે કે
पक्षपातो नवेद्यस्य तस्य पातो भवेद् ध्रुवम् ।
दृष्टं खगकुलेष्वेवं तथा नारतनूमिषु ॥ १ ॥ આને અર્થ ઉપર લખેલ હકીકતમાં આવી ગએલ છે. વિશેષ ન લંબાવતા ભવ્ય પુરૂષને ધર્મ કૃત્યમાં લજજા તથા મદ ન રાખવા ભલામણ કરી સૂત્રકાર પ્રકારાન્તરે લજજા અને મદને ત્યાગ કરવા ઉપદેશ કરે છે –
दूरं अणुपस्सिया मुणी तीतं धम्ममणागयं तहा। पुढे परुसहि माहणे अविहणणु समयम्मि रीया ॥५॥ पण्ण समत्ते सया जए समताधम्ममुदाहरे मुण।। मुहमे उ सया अबूसए णो कुज्जे णो माणि माहणे ॥६॥
ભાવાર્થ–સમ્યક ધર્મ વિના મોક્ષની પ્રાપ્તિ નથી. તેને, તથા ગયા કાળમાં અને ભવિષ્ય કાળમાં જીની શુભાશુભ ગતિને વિચાર કરી બ્રહ્મચારી મુનિએ કઠોર વચન અગર મ્લેચ્છના પ્રહાર વડે જરા પણ કષાય રહિત થઈ બંધક શિષ્યની માફક શાંતિમય જૈન શાસનાનુસાર વિચરે. (૫) સુન્દર બુદ્ધિવાળે સાધુ ભાવ શત્રુઓને સદા જીતે, અથવા પ્રશ્ન કરનારથી હારે નહિ. ઉત્તર દેવામાં કુશળ એવે તે, શાંતિ પૂર્વક અહિંસાદિ લક્ષણ ધર્મને પ્રકાશ કરે. સૂક્ષમ દ્રષ્ટિ પૂર્વક સંયમના આરાધક એવા તે સાધુને કે મારે તે પણ કોઇ ન કરે, કઈ પૂજે તે અભિમાન પણ ન કરે. (૬) - વિવેચન—દૂર શબ્દથી સૂત્રકારે મોક્ષને અર્થ કરેલ છે તે બરાબર છે, તે ખરેખર દૂર છે, અનેક પ્રકારનાં તપ, જપ,જ્ઞાન ધ્યાનાદિક શ્રીવીતરાગ પ્રભુની આજ્ઞા પૂર્વક થાય તે મુક્તિ નગરને શુદ્ધ માર્ગ જે સભ્ય જ્ઞાન, સમ્ય દર્શન અને સમ્યગું ચારિત્રરૂપ માર્ગ મળે છે. જ્યાંસુધી જીવેની શુભાશુભ પ્રવૃત્તિનું જ્ઞાન, ભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org