________________
કર્મનું પ્રાધાન્ય.
(૧૦૭). કર્મનું પ્રધાનપણું છે. શુભ ગ્રહે તેમાં શું કરી શકે ? વશિષ્ઠ જેવા મહાત્માએ લગ્ન આપેલ છતાં, તેજ લગ્નમાં રામચંદ્રજીને વનવાસ જવું પડયું.
વળી કમેં હરિશ્ચંદ્ર રાજાની કેવી વિડંબના કરી? सुतारा विक्रीता स्वजनविरहः पुत्रमरणं
સુતારાદેવીને વેચી, કુટુંબને વિરહ, પુત્રનું મરણ, અધ્યા નગરીને ત્યાગ, જ્યાં ઘણું દુમને રહે છે. તેવા દેશની અંદર ગુપ્ત રીતે વિચરવું, તથા કેવળ પેટને માટે નીચને ઘરે પાણી ભરવું. અહા! એક ભવમાં જેની આવી અનેક અવસ્થા! અહા ! કર્મની ગતિ વિષમ છે. જેના ઘરમાં સ્વભાવે છત્રીસ રાગરાગણીવાળાં નૃત્યે થતાં હતાં જેના ઘરની આગળ હાથીઓના મદના ઝરવાથી કિચડ બનેલ હતું, તેના ઘરની પણ શૂની દશા કેને કંટાળે ન આપે? ઈત્યાદિક કર્મકૃત વિચિત્રતા આપણે હજાર સ્થળમાં અનુભવીએ છીએ, તથાપિ “ઈશ્વરની મરજી” એમ કહી મૂળ વાતથી વંચિત રહીએ છીએ. કર્મ જે કરે તે કઈ કરતું નથી. કર્મ જને ભૂમંડળમાં નવા નવા વેષ ધારણ કરાવી મરજી મૂજબ નાચ નચાવે છે. કર્મ એક ભવનાટકને સૂત્રધાર છે. આ દુનિયારૂપી રંગમંડપમાં તમામ જીવ પાત્ર છે. તેઓની પાસે
રાશી લાખ ભિન્ન ભિન્ન નાટકે તે કરાવે છે. તે સૂત્રધાર તમામ ઠેકાણે મનાએલ છે. જેને કર્મ કહે છે, ત્યારે અન્ય કેઈ માયા, પ્રપંચ, પ્રારબ્ધ, સંચિત, અષ્ટ આદિ નામેથી પોકારે છે કર્મ રામચંદ્રજી જેવા મહાપુરૂષને ભેગવવાં પડયાં, તે ઈતર જીવને માટે કહેવું પણ શું? કર્મ, ધર્મને અધર્મ અને અધર્મને ધર્મ સમજાવે છે. તથા વાસ્તવિક વાતને ભૂલાવે છે. સાંભળે કહ્યું છે કે –
अह पास विवेगमुट्टिए अवितिने इह जासइ धुवं । पाहिसि आरं को परं वेहासे कम्मेहिं किञ्चति ॥ ७॥
ભાવાર્થ–પરિગ્રહના ત્યાગપૂર્વક કેટલાક સંસાર છોડી ઉભા થએલ છે, પરંતુ વાસ્તવિક મુકિતનું કારણ જે જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org