________________
(૮૪)
ધર્મ દેશના.
વિમાનવાસી દેવતાઓ પણ અલંકાર, ઉદ્યાન તથા વાવડીઓમાં મહિત થયા થકા વીને પૃથ્વીકાયાદિ નિને વિષે ત્યાંજ ઉત્પન્ન થાય છે. - વિવેચન–વિમાનવાસી દેવતાએ ક્રીડા કરવા બહાર ચાલ્યા જાય છે ત્યાં આયુષ્યની પરિસમાપ્તિ થવાથી જે વસ્તુમાં તેઓ મેહિત થયા હોય છે, તેજ વસ્તુની અન્દર આવીને ઉત્પન્ન થાય છે, આની અન્દર પણ લાભ જ પ્રબળ કારણે છે.
મનુષ્ય લેભ વિવશ થઈ જે અનર્થ કરે છે, તથા કષ્ટ ઉઠાવે છે તેને કંઈક ખ્યાલ અહીં રજુ કરવામાં આવે છે –
एकामिषाजिलापिणो सारमेया श्व द्रुतम् । सोदयो अपि युध्यन्ते धनलेशजिघृक्या ॥ १ ॥
એક માસ પેશીને સારૂ કૂતરાઓ જેમ તુરત લડાઈ કરે છે તેમજ એક ઉદરમાં ઉત્પન્ન થએલા ભાઈઓ પણ લગાર ધન ગ્રહુણ કરવાની ઈચ્છાથી પરસ્પર યુદ્ધ કરે છે.
વિવેચન—એક માતાના પુત્ર તે સહોદરે કહેવાય, તે સહેદરે પણ લેભરપપિશાચને આધીન થઈ, સંબન્ધને કરાણે મુકી, બધુ સાથે શત્રુપણાનું વર્તન ચલાવે છે; દષ્ટાન્ત તરીકે ભરત બાહુબળીનું યુદ્ધ જૈન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, કૈરવ અને પાંડવનું યુદ્ધ, જૈન તેમજ હિન્દુ શાસ્ત્રમાં સુપ્રસિદ્ધ છે. તે પાંડવ ચરિત્ર તથા મહાભારતમાં વિસ્તાર પૂ. ર્વક વર્ણવેલ છે. વર્તમાન કાળની અન્દર પણ તેનાં સેંકડે ઉદાહરણ આપણે નજરે દેખીએ છીએ તથા અનુભવીએ છીએ. સ્વાર્થ સાધકેની વાત તે બાજુએ રહે, પરન્તુ પરમાર્થ સાધકે, જેવા કે મોક્ષના સાર્થવાહ લેખાતા તથા નિરપૃહી ગણાતા મુનિઓને પણ લેભ લૂટારો લૂંટ્યા વિના છોડતું નથી, કહેલું છે કે
प्राप्योपशान्तमोहत्वं क्रोधादिविजये सति । बोनांशमात्रदोषेण पतन्ति यतयोऽपि हि ॥१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org