________________
માયાનું સ્વરૂપ.
(૬૭)
કોઈપણ સિદ્ધાંતમાં અથવા પ્રકરણમાં કઈ ઠેકાણે આ વાત મેં આજ સુધીની મારી ૪૫ વર્ષની ઉમ્મર સુધીમાં વાંચી નથી, કદાચ હવે વાંચવામાં આવે તે તુરત જૈનશાસ્ત્રને કુશાસ્ત્ર માનું. કારણ કે બચપણથી જ એવી માન્યતા છે કે જે કઈ શાસ્ત્રની અન્દર બલિદાનાદિ પંચેન્દ્રિયના વધની વ્યાખ્યા આવે, તેને કુશાસ્ત્ર માનવાં. અલબત! હિન્દુશાસ્ત્રની અન્દર યજ્ઞ, શ્રાદ્ધ, દેવપૂજાદિમાં બલિદાન વિગેરેની આજ્ઞા જોવામાં આવે છે, નરમેધ તથા કાલીની આગળ નરબલિની દંતકથા કેટલેક ઠેકાણેથી સંભળાય છે, તે પણ નીતિકુશળ બ્રિટિશ રાજ્યના પ્રતાપથી આ અન્યાય સર્વદા નાબૂદ થયેલ છે. જે તમામ હિંસા બન્ધ થાય તે અવાચક પ્રાણીઓને પણ અભયદાન મળવા સાથે હિન્દુસ્તાનના બાળકે દૂધ, ઘી તથા ઉનનાં વસ્ત્ર પુષ્કળ મેળવવા ભાગ્યશાળી નીવડે, પણ હતભાગ્ય હિન્દુસ્તાનને, એ સમય કયાંથી હોય કે દેશ કાલને દૃષ્ટિમાં લઈ આવા કુરીવાજોને બદલી નાખે? જે અર્ધદગ્ધ વિદગ્ધ પૂર્વોકત જૂઠાં કલંક આપી લેકેને સત્ય વક્તાઓના ઉપદેશથી વંચિત રાખે છે તેવા દાંભિક નરવથી દૂર રહે અને સત્યમાર્ગ પ્રકાશકના સમાગમમાં આવે.
હવે અલ્પમાત્ર માયાવી ધૂર્ત બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવવા એક શ્લેક રજુ કરવામાં આવે છે
तिलकैर्मुद्रया मंत्रः क्षामता दर्शनेन च ॥
अन्तःशून्या बहिःसारा वञ्चयन्ति द्विजा जनम् ॥१॥ તિલક તથા મુદ્રાવડે તેમજ દુર્બલતાને કેળ બતાવવા વડે કરી અંતઃકરણમાં શન્ય, પરંતુ બહારથી સારા જણાતા એવા બ્રાહ્મણે માણસોને ઠગે છે.
વિવેચન–અહિંસાદિ દશવિધ સત્ય ધર્મને છોડી આડંબરમાં આનંદ માનનારા તથા નામ માત્રથી બ્રાહ્મણ, પરન્તુ ખરું જોતાં બ્રાહ્મણશબ્દને લજવનારા પુરૂષે લાંબાં તિલક કરી, હાથમાં દર્ભસન લઈ, કાખમાં પિથી નાંખી, ભેળા લેકે રસાળ શાંતમુદ્રા ધારણ કરે છે, વેદ મંત્ર અર્થ રહિત પણે અશુદ્ધ ઉચ્ચારણ કરી કપિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org