________________
(૫૮)
ધર્મદેશના
કદાગ્રહને કઈક વખતે કુઠાર, અગ્નિ, વિષ, પત્થર, માટી, ભસ્મ, રેગ, તથા શેકાદિની ઉપમા આપવામાં આવે છે તે યથાર્થ છે, કારણ કે કુઠાર જેમ વૃક્ષવલીને વિનાશ કરે છે, તેમ કદાગ્રહ સંધ્યાન રૂપ વૃક્ષને વિનાશ કરે છે. બીજી અગ્નિની ઉપમા એટલા માટે સાર્થક છે કે જેમ અગ્નિ લતા સમૂહને નાશ કરે છે, કે જેને પરિણામે ફૂલ ફળાદિની પ્રાપ્તિ થતી નથી, તેજ પ્રમાણે જેના હૃદય પ્રદેશમાં કદાગ્રહ રૂપ આગ્ર લાગેલ છે ત્યાં આગળ સંભાવના રૂપ વેલડી રહેનાર નથી, તો પછી તેમાંથી ઉદ્દભવ પામતાં સમતા રૂપ પુ તથા હિતેપદેશરૂપ ફળની આશા રાખવી તે દુરાશાજ સમજવી. વળી ત્રીજું વિષનું ઉપમાન એટલા વાસ્તે ઘટે છે કે, વિષ જેમ પુરૂષનાં અવયને શિથિલ કરી અનંત વેદનાઓને અનુભવ કરાવી પ્રાણ ત્યાગ કરાવે છે. તેમ જે માણસે કદાગ્રહ વિષનું પાન કરેલ છે, તેનાં સમ્યગ જ્ઞાન રૂપ શરીરનાં અવય શિથિલ થાય છે, તથા અજ્ઞાન રૂપ વેદનાએ ઉદ્ભવે છે અને છેવટે ભાવપ્રાણતિરહિત થાય છે. વળી ચોથી પત્થરની ઉપમા પણ કરાગ્રહને લાગુ પડી શકે છે. કેમકે પત્થરમાં જેમ જળનું બિન્દુ અવકાશ મેળવી શકતું નથી, તેમ જેના અંતઃકરણમાં કદાગ્રહ રૂપ પત્થરે પ્રવેશ કરેલ હોય છે તે અંતઃકરણની અંદર પછી તત્વ જળને પ્રવેશ થતું નથી.
વળી પાંચમી ધૂળની ઉપમાને પણ તે ધારણ કરે છે. માટી જેમ કાંચનને મલીન કરે છે, તેમ કદાગ્રહ રૂપ ધૂલી સ્વચ્છ સ્વરૂપવાળા આત્માને કરજ વડે મલીન કરે છે. હવે ભસ્મની સાથે તેની તુલના કરવામાં આવે તે પણ ઠીક છે. ભસ્મમાં નાંખવામાં આવેલ વૃતાદિક જેમ વ્યર્થ છે, તેમ કદાગ્રહ રૂપ ભસ્મ જે ઠેકાણે વિદ્યમાન છે, ત્યાં પરમાર્થવૃત્તિ રૂપ ધૃતાદિ વ્યર્થ છે. સાતમી રેગની સાથે તેની ઉપમા પણ વાજબી છે. જેમકે નવરાદિ રોગ જેના દેહમાં ઘર કરી રહેલ હેય છે; તેને મિષ્ટાન્નઘી, દૂધ, વિગેરે પદાર્થ રૂચિકર થતા નથી, તેની માફક કદાગ્રહ રૂ૫ રેગ જેના શરીરમાં લાગેલ છે, તેને સત્ય પદાર્થ રૂ૫ મિષ્ટાન્ન, તત્વરૂચિ રૂપ દુગ્ધ તેમજ વિવેક રૂપ ધૃત રૂચિકર થતું નથી. વળી આઠમા શોકની સાથે તેને મુકાબલે પણ વાજબી છે. શેક રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org