________________
(૪૬)
થમાં દેશના. હવે બલમદને છોડી દેવાની ભલામણ કરતાં કહે છે કેमहाबलोऽपि रोगाचैरबन्नः क्रियते क्षणात् । इत्यनित्यबळे पुंसां युक्तो बलमदो न हि ॥१॥ बनवन्तोऽपि जरसि मृत्यौ कर्मफलान्तरे । अबन्नाश्चेत्ततो हन्त ! तेषां बनमदो मुधा ॥ २ ॥
મહાબળ વાળે પુરૂષ પણ રેગાદિના પ્રકોપથી ક્ષણવારમાં નબળો થઈ જાય છે, એટલા ઉપરથી અનિત્ય એવા બળની અન્દર પુરૂએ બલમદ કરને વાજબી નથી. (૧) બળવાન પુરૂષે પણ જર (ઘડપણ)માં મૃત્યુમાં તેમજ કર્મથી થએલ બીજ ફળને વિષે જે બળરહિત છે તે તેઓને બળમદ ફેગટ છે. (૨)
વિવેચન–આત્મા સંબધી બળને મદ કોઈ કરતું નથી, પરંતુ જીવે શારીરિક બળને મદ કરતા હોય એમ જોવામાં આવે છે. ભાઈઓ! અહીં વિચારવાની વાત છે કે, બળના આશયરૂપજે શરીર છે તે પણ સર્વથા વિનાશી છે, તે તેમાંથી ઉત્પન્ન થનાર બળ સુતાં અનિત્ય છે. અનિત્ય પદાર્થો વિનાશ થવાના સ્વભાવવાળા છે, તેટલા સારૂ વિનાશી ચીજને મદ બુદ્ધિશાળી માણસે ન કર જોઈએ.
જે બળ, કદાચ જરા, મૃત્યુ તેમજ કર્મને નાશ કરતું હોય તે તેને મદ કરને વાજબી ગણાય, પરંતુ આ તે ઉલટું, જેરા, મૃત્યુ અને કર્મ, બળને નાશ કરનારાં છે, મોટા મોટા હૈદ્ધાઓને જરાએ જર્જરીભૂત કર્યા છે. મૃત્યુએ બળવાન પુરૂષને પણ ઉન્મેષમાત્રામાં હરણ કર્યા છે. કર્મરાજાએ બળવતાને નિર્મળ બનાવી પરાધીન કરી મક્યા છે. તેટલા માટે બળ કર્માધીન છે. પરાધીન ચીજને મંદ કરે ચતુર નરને ઉચિત નથી. હવે પાંચમા રૂપ મદને પણ તિલાંજલિ આપવાની રીતિ બતાવે છે –
सप्तधातुमये देहे चयापचयधर्मणः । जरारुजादिभावस्य को रूपस्य मदं वहेत ? ॥१॥ सनत्कुमारस्य रूपं क्षणात्दयमुपागतम् । श्रुत्वा सकर्णः स्वप्नेऽपि कुर्याद रूपमदं किन ? ॥३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org