________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૩૬૫ પૂર્વાચાર્યવિરચિત संघस्व रूप कृल कम् - सार्थ 'केई उम्मग्गठियं, उम्मग्गपरुवयं बहु लोयं । दर्दु भणंति संघ, संघसरुवं अयाणंता ॥ १ ॥' 'सुहसीलाओ सच्छंदचारिणो वेरिणो सिवपहस्स ।
आणाभट्टाओ बहुजणाओ, मा भणंह संघुत्ति ॥२॥'
“સંઘના સ્વરૂપથી અજ્ઞાત લોકો ઉન્માર્ગમાં સ્થિર રહેલા તથા ઉન્માર્ગની પ્રરૂપણ કરતા ઘણા મનુષ્યને જોઈને સંઘ કહે છે. ૧.”
પરંતુ તે સંઘ કહેવાતું નથી, કારણ કે સુખશીલીઆ, સ્વછંદાચારી, મેક્ષમાર્ગને વેરી અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્ય-એવા સમૂહને સંઘ ન કહેવાય. ૨.” ' अम्मापियसारित्थो सिवघरथम्भो य होई सुसंघो। ગાળાવક સંઘ, agવમાંજરો રૂ ”
સુસંઘ માતાપિતાની સરખે છે, મોક્ષરૂપી ઘરના થંભભૂત છે અને શ્રી જિનેશ્વરની આજ્ઞાથી બાહ્યા સંઘ આ સંસારમાં ભયંકર સર્પ જેવો છે. ૩.” ' असंघं संघ जे, भणंति रागेण अहव दोसेण । छेओ वा मूलं वा. पच्छित्तं जायए तेसिं। ४ ।'
“રાગ અથવા શ્રેષથી અસંઘને સંઘ કહેનારને છેદ અથવા મૂલ પ્રાયશ્ચિત્ત આવે છે. (દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી આ સાતમું ને આણું પ્રાયશ્ચિત્ત છે.) ૪.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org