________________
થારમાર્થિક લેખસ ગ્રહ
[ ૩૫૫
એવા જીવને અને તેટલા તે તે નિમિત્તવાસી જીવેાના સંગ ત્યાગવા ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવા ઘટે છે. સત્સંગના અયેાગે તથાપ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે.
જો સત્સંગતિ, ધમ શાસ્ત્રોનું વાંચન અને તત્ત્વમનનએ ત્રિપુટીના અહર્નિશ સમાગમ રાખવામાં આવે, તે ગમે તેવા વિષમકાળમાં પણ મનુષ્યા પાતાની જીંદગીને પવિત્ર અનાવી શકે છે.
સાંભળવા ચાગ્ય તત્ત્વ સાંભળવાની ઉત્કટ ઈચ્છા, પરિ હારને ચેાગ્યને પરિહાર, સત્ત્શાસ્ત્રનું શ્રવણુ અને આત્મધમને વિષે સ્થિત એવા સત્પુરુષાને આળખી તેમની હૃદયથી પ્રશંસા કરવી-એ ચાર આત્માને પરમ હિતકારી છે.
સત્પુરુષાની પ્રશંસા એ છે કે-ગુણવાન મહાત્માઓની ગુણવાન તરીકેની ઓળખાણપૂર્વક તેમને ચથાયેાગ્ય પ્રણામનમસ્કાર કરવા અને અંતઃકરણમાં પૂજ્યબુદ્ધિ ધારણ કરવી.
દરિઘ્ર મનુષ્ય જેમ ધનવાનને ત્યાં રહેલું સુવણ જૂએ તથા સ્પર્શી કરે તે પણ ભાગ્યહનને તે દ્રવ્યની પ્રાપ્તિ થઈ શકતી નથી, તેમ સચ્ચિદાન દ સ્વરૂપવાળા આત્માનું શ્રવણ તથા મનન કર્યો છતાં પણ વૈરાગ્યરૂપ ભાગ્યવિના વિષયી જનાને તે આત્માની પ્રાપ્તિ થઈ શક્તી નથી.
શાસ્ત્ર, ગુરૂના વિનય, ક્રિયા અને આવશ્યક-એ સ વ્યવહારને વિષે નિપુણ પુરુષાએ સવરના અંગરૂપ એટલે સાધનપણે કહ્યા છે, પણ સવરરૂપ કહ્યા નથી.
વાણી, શરીર અને મનના પુદ્ગલા એટલે પરમાણુસમૂહા (સ્કા) પ્રાણીના સંબંધમાં સ્વભાવથી વિલક્ષણ હાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org