________________
૩૫૨].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા અનેક નોની સાપેક્ષતાએ સર્વ ધર્મોમાંથી સત્ય ગ્રહી શકાય છે.
આ વિશ્વમાં જ્યાં-ત્યાં સત્ય ઘણું છે–એમ શ્રી વીતરાગ-સર્વજ્ઞદેવ પ્રરૂપે છે. સત્યના અંશ વિના કેઈ ધર્મ વિશ્વમાં જીવી શકતો નથી. હિંસા, મિથ્યા માન્યતા વિગેરે અસત્ય પણ હોય છે, પરંતુ સમ્યગદૃષ્ટિ જ્ઞાની પુરુષ હંસની દષ્ટિ ધારણ કરી અસત્ય ધર્મને મૂકી સત્યને ગ્રહે છે.
દુનિયામાં જે કઈ નીતિમાન માણસના ચેપડા શંકાશીલ કે ખોટા છે–એમ કઈ કહે તે ગુન્હેગાર ગણાય છે, તે સર્વજ્ઞ ભગવાન જેવા પરમ વીતરાગ પરમાત્માના વચનમાં શંકા ધારણ કરનારે, તેને બેટે કહેનારો ગુન્હેગાર કેમ ન ગણાય?
સ્વયં સત્યવાદી ન બનવું એ જેટલો ગુન્હો છે, એના કરતાં પણ જેઓ સત્યવાદી છે એમના પ્રત્યે અસદુભાવ ધારણ કરે એ મેટો ગુન્હો છે અને એ અસદ્ભાવ થાય એવું પ્રવર્તન કરવું એ તેથી પણ મટે ગુન્હ છે.
અસત્યવાદી જીવ સત્યવાદી થઈ શકે છે, પણ સત્યવાદી પ્રત્યે અસદ્ભાવ ધારણ કરનાર કદી પણ સત્યવાદી બની શક્તો નથી.
જે મનુષ્ય તત્વજ્ઞાનમાં કાંઈ સમજતા નથી–જેઓને શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મનું જ્ઞાન નથી, તેઓ પરમાત્માના સાચા સેવક બની શકતા નથી. જેઓને મુક્તિની ઈચ્છા નથી અને જેઓ પરમાત્માની આજ્ઞા યથાર્થ પાળતા નથી, તેઓ પણ પરમાત્માના સેવક બની શકતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org