________________
-
૧૬]
શ્રી જી. એ. જેને ચન્થમાલા ભિન્ન છે તેનું પણ બધું અસદુવચન નથી, પરંતુ જે પ્રવચનાનુસારી છે તે સર્વચન જ છે.”
“જે મહાપુરુષ ચારિત્રગુણમાં લીન છે તે સર્વ નયના ધારક હોય છે, તે સર્વ નયને સંમત વિશુદ્ધ તત્વને ગ્રહણ કરે છે, સમવૃત્તિવાળા સર્વ નયના આશ્રિત જ્ઞાની સુખનો આસ્વાદ કરે છે, સર્વ નયના જાણનારા-અનુભવનારાઓનું તટસ્થપણું લોકને વિષે ઉપકારરૂપ થાય છે, પરંતુ જુદા જુદા નયમાં મૂઢ-ભ્રાન્ત થયેલાને અહંકારની પીડા અને ઘણે કલેશ હોય છે.” - “નિશ્ચયનયમાં અને વ્યવહારનયમાં તથા જ્ઞાનપક્ષમાં અને ક્રિયાપક્ષમાં એક પક્ષગત ભ્રાન્તિના સ્થાનને તજીને જ્ઞાનના પરિપાકરૂપ શુદ્ધ ભૂમિકા ઉપર આરૂઢ થયેલા, લક્ષ ન ભૂલે એવા, સર્વ ભૂમિકામાં પક્ષપાત-કદાગ્રહ રહિત, પરમ આનંદથી ભરપૂર સર્વ નાના આશ્રયરૂપ જ્ઞાની સર્વોત્કર્ષથી વર્તે છે. તેવા જ્ઞાનને નમસ્કાર હો !”
જે મહાપુરુષોએ લેકેને સર્વ ન કરીને આશ્રિત એટલે સ્વાદુવાદગણિત પ્રવચન પ્રકાશિત કર્યું છે અને જેઓના ચિત્તને વિષે સર્વનયાશ્રિત પ્રવચન પરિણમેલું છે, તેઓને વારંવાર નમસ્કાર હો !”
બીજી તારાદષ્ટિ પ્રાપ્ત વિના વિચાર સમ્યક્ત્વ અપ્રાપ્ત આ દષ્ટિવાળો માર્ગાનુસારી જીવ વિચાર કરે છે કે-આ સંસાર દુઃખરૂપ છે. આને ઉચ્છેદ કયા કારણથી અને કેવી રીતે કરવો? આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિ વિવિધ પ્રકારની હોય છે. આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org