________________
૨૯૬]
શ્રી જી. એ. જન ગ્રન્થમાલા જે તેની ઓળખાણ ન પડે તે નિષ્ફળ છે અને જે ઓળખાણ પડે તે સફળ છે, તેમ જીવને ખરા જ્ઞાનીની ઓળખાણ પડે તે સફળ છે.
જીવે અજ્ઞાન ગ્રહ્યું છે તેથી ઉપદેશ પરિણમે નહિ, કારણ કે-તેના આવરણને લીધે પરિણમવાને રસ્તે નથી.
જ્યાં સુધી લેકના અભિનિવેશની કલ્પના કર્યા કરે, ત્યાં સુધી આત્મા ઉંચે આવે નહિ અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહિ. ઘણા પુરૂષ જ્ઞાનીઓને બેધ સાંભળે છે પણ વિચારવાને એગ બનતું નથી.
જે જીવ લૌકિક ભયથી ભય પામે છે તેનાથી કઈ પરમાર્થ થવો સંભવ નથી. લેક ગમે તેમ બોલે તેની દરકાર ન કરતાં, આત્મહિત જેનાથી થાય તેવા સદાચરણું સેવવાં જોઈએ.
જ્યાં સુધી જીવ લૌકિક દૃષ્ટિને વમે નહિ તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન પડે, ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થાય એમાં સંશય નથી. લોકે જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહિ.
લૌકિક દૃષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિમાં મહદ્ અંતર છે. જીવને અનાદિકાળથી પ્રમાદમાં રતિ હેવાથી જ્ઞાનીની દષ્ટિ લેકને (જીવન) રૂચિકર થતી નથી.
આ ક્ષણભંગુર દુનિયામાં જ્ઞાની- પુરૂષને સમાગમ થવે એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
- જો જ્ઞાનીની અને જ્ઞાનીના વચનની પરીક્ષા સર્વ અને સુલભ હોત, તે નિર્વાણ પણ સુલભ જ હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org