________________
૧૨ ]
શ્રી જી. એ. જેન ચન્થમાલા હોય તે અજૈનદર્શન અને જેને ઉદ્દેશ સમન્વય હોય તે જેનદન.
અહીં પ્રશ્ન થાય છે કે–એક જ વસ્તુ પરત્વે નિત્યત્વઅનિત્યત્વ આદિ વિરોધી ધર્મોના સમન્વયમાં જ જે જૈનદષ્ટિ હેય તે વૈશેષિકદર્શનને પણ જૈનદર્શન કહેવું પડશે, કારણ કે–એ દર્શન પણ માત્ર નિત્યત્વ કે માત્ર અનિત્યત્વ ન સ્વીકારતાં નિત્યત્વ-અનિત્યત્વ અને સ્વીકારે છે. તેને ઉત્તર એ છે કે-વૈશેષિકદર્શનમાં નિત્યત્વ અને અનિત્યત એ વિરોધી બે અંગેનું પ્રતિપાદન હોવાથી એમાં દ્રવ્યાસ્તિક અને પર્યાયાસ્તિક બને નયેનું સ્થાન છે ખરું ! પણ એ બને તો તેમાં સાપેક્ષપણે જાયેલા નથી. એમાં યોજાયેલા અને નયે પિતપિતાના વિષયનું સ્વતંત્રપણે જ પ્રતિપાદન કરે છે, એટલે કે એ અને ન પોતપોતાના વિષયની પ્રધાનતાને લીધે અંદરોઅંદર એકબીજાથી નિરપેક્ષ છે, જેથી એ જૈનદર્શન નથી. એક એક છૂટે વાદ ગમે તેટલા પ્રબળ દેખાતે હોય, છતાં તે એકદેશીય માન્યતા ઉપર બંધાયેલે હેઈ યથાર્થ જ્ઞાન પૂરું પાડી શક્તા નથી અને તેટલી ખામીને લીધે પરંપરાએ તે પિતાનામાં બદ્ધ થનારને કલેશમુક્ત કરી શક્તા નથી. જ્યારે સમન્વય એ દૃષ્ટિની વિશાળતા ઉપર રચાયેલ હોઈ યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. એ જ પ્રમાણે સામાન્ય વિશેષની બાબતમાં પણ છે. દ્રવ્યાસ્તિકનું વક્તવ્ય સામાન્ય અને પર્યાયાસ્તિકનું વક્તવ્ય વિશેષ છે. એ બને નિરપેક્ષપણે છૂટા છૂટા જવામાં આવે તે એકાન્તવાદને વિશિષ્ટ બનાવે છે અર્થાત્ ઊભું કરે છે. જૈનદર્શન કઈ પણ એક જ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org