________________
પારમાર્થિક લેખસંગ્રહ
[૨૭૯ સઘળા ધામિક અનુષ્ઠાને ઉદ્દેશ આત્માને વિકાસમાં મૂક એ છે. આત્મસ્વરૂપની જાગૃતિ-બીજા શબ્દોમાં આત્મદૃષ્ટિને પ્રકાશ એ જ છે.
સમ્યગદર્શનાદિ ગુણેની પ્રાપ્તિ અને પ્રાપ્ત થએલા એ આત્મગુણેની નિર્મળતા–આ ઉષ્ણ આંખ સામે રહે જોઈએ. એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ દરેક ધર્મક્રિયાને હેતુ હે જોઈએ.
કર્મના યોગથી અનાદિકાળથી જકડાયેલા આત્માને પિતાનું નિર્મળ સ્વરૂપ પ્રગટાવવામાં જે વસ્તુ અગર જે સદ્દગુરૂ આદિ વ્યક્તિ સહાયક થવાની લાયકાત ધરાવતી હોય, તે તે સાધને સેવવા ચગ્ય છેઃ અર્થ-જે જે સાધને આત્માના સભ્યદર્શનાદિ ગુણે પેદા કરવામાં સહાયક બનવાની લાયકાત ધરાવે છે, તે તે સેવવાને ચગ્ય છે.
આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને ઈરછતા જિજ્ઞાસુઓએ સાધનાદિ કર્મો કરવા, પણ તેના ફળાફળમાં લેશ માત્ર આસક્તિ રાખવી નહિ. મતલબ કે ક્રિયાનુષ્ઠાન આદિ સાધને સાધકે ચિત્તશુદ્ધિ માટે બહુ જરૂરના છે. જે ક્રિયાનુષ્ઠાનના ફળરૂપે આત્મદર્શન થતું હેત, તે કર્મોના ફળને ત્યાગ કરવા માટે શાસ્ત્રો કદાપિ ઉપદેશ કરત નહિ.
ભગવાનની સેવાનું ફળ નિર્વાણ અથવા મુક્તતા પ્રાપ્ત થવારૂપ હોવું જોઈએ. જે ચિત્તશુદ્ધિ કરવા માટે અથવા મનને અને ઈન્દ્રિયોને નિરોધ કરવા માટે ક્રિયા થતી હોય તે તેથી વિપરીત પરિણામ આવતું નથી, પણ માત્ર ક્રિયાકાંડમાં જ અટનારને મુક્તતા પ્રાપ્ત થતી નથી. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org