________________
૧૧૮ ]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
તે ક્રિયા સમજવી. આને ‘વચનાનુષ્ઠાન’ કહેવાય છે. ૧૦. આત્માને વિષે તૃપ્ત-પુદ્ગલથી પુદ્ગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિનેા સમારોપ જ્ઞાનીને ઘટતા નથી. પુદ્ગલની ભાગતૃષ્ણાએ આતુર જીવની વિષોાર જેવી દુર્ગતિ થાય છે અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત જીવને ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગાર જેવી પર’પરા થાય છે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપી સુરલતાના ફળનું ભેાજન કરીને અને શામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
૧૧. નિલે પ-પુદ્ગલભાવના હું કર્તા નથી, કરાવનાર નથી અને તદ્ગુણ અનુયાયી નથી. આવા જ્ઞાનવાળા આત્મા લેપાતા નથી. તપ અને શ્રુતજ્ઞાનાદિએ મત્ત એવા ક્રિયાવાન્ આત્મા પણ લેપાય છે, પરંતુ ભાવના જ્ઞાને કરીને પૂર્ણ એવા ક્રિયારહિત લેપાતા નથી. મેાટા ઢોષની નિવૃત્તિ ક્રિયાના અને સૂક્ષ્મ દાષની નિવૃત્તિ જ્ઞાનના ખળથી જ થાય છે. દેશવરતિ-સવિરતિને તે સ્થાનની ક્રિયાની મુખ્યતા છે, જ્યારે સાતમા, આઠમા અને નવમા ગુણસ્થાને વતા જીવને જ્ઞાનની મુખ્યતા છે.
૧૨. નિઃસ્પૃહસ્પૃહાવાન મુનિ તૃણુ અથવા રૂની જેમ હલકા દેખાય છે અને ભવસમુદ્રમાં ડૂબે છે, તેમાં કાંઈ આશ્ચય નથી. પરસ્પૃહા એ જ મહાદુ:ખ અને નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ છે.
૧૩. માનવાનૢ--(પુદ્ગલને વિષે અપ્રવૃત્તિ એ જ મૌન.) સમ્યક્ત્વ તે જ મૌન અને મૌન તેજ સમ્યક્ત્વ છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org