________________
પારમાર્થિક લેખસ થય
[ ૧૦૭
જેના વિના ન થાય તે તેનું કારણ છે. ” આમાં તદવિનાભાવિત્વરૂપ હેતુ અસિદ્ધ છે, કેમકે જ્ઞાન માત્રથી જ પુરુષાર્થસિદ્ધિ નથી એવું કાંઇ પણ જણાતું નથી. જો કે દાહ–પાક આદિ કરવાના અર્થીને દહનાદિના જ્ઞાન માત્રથી જ દાહાર્દિક કાર્યસિદ્ધિ થતી નથી, પરન્તુ અગ્નિ લાવવા, તેને ફેંકવા, સળગાવવા વિગેરે ક્રિયા પણ કરવામાં આવે તે જ તે દાહાદિ કાર્યની સિદ્ધિ થાય છે. શ્રી તીર્થંકર ભગવંતા પણ માત્ર કેવળજ્ઞાનથી જ મેાક્ષ સાધે છે એમ નહિ, સાથે યથાખ્યાતચારિત્રરૂપ ક્રિયા પણ હાય છે માટે સત્ર પુરુષાર્થસિદ્ધિનું કારણ જેમ જ્ઞાનસિદ્ધ થાય છે, તેમ ક્રિયા પણ તેનું કારણ સિદ્ધ થાય છે; કેમકે તેના વિના પુરુષાર્થ સિદ્ધિ થતી નથી, માટે એ હત અનેકાન્તિક છે.
એ જ પ્રમાણે ક્રિયાનયવાદીએ જે જેના પછી થનારું હાય તે તેનું કારણ છે, ઇત્યાદિ પ્રયાગમાં “જે જેના પછી થનાર ” રૂપ હેતુ કહેલ છે, તે પણ અસિદ્ધ અને એકાન્તિક છે; કારણ કે–સ્રી-લક્ષ્ય-ભાગ આદિના ક્રિયાકાળમાં જ્ઞાન હૈાય છે. તેના જ્ઞાન સિવાય તેમાં પ્રવૃત્તિ જ થઈ શકે નહિ. એ જ પ્રમાણે શૈલેશી અવસ્થામાં સવ સંવરરૂપ ક્રિયાકાળે પણ કેવલજ્ઞાન હૈાય છે. તેના સિવાય તેની પ્રાપ્તિ નથી હાતી માટે એ હેતુ અસિદ્ધ છે. વળી જેમ ઉપાક્ત હેતુ મુક્તિ આદિ પુરુષાર્થીના કારણરૂપે ક્રિયાને સિદ્ધ કરે છે તેમ જ્ઞાનને પણ કારણરૂપે સિદ્ધ કરે છે, કારણ કે તેના વિના પુરુષાની સિદ્ધિ કાંઈ થતી નથી, માટે એ હેતુ અનેકાન્તિક છે. વસ્તુતઃ ‘જ્ઞાન–ક્રિયા’ ઉભયથી જ મુક્તિસાધ્ય છે, પણ ભિન્ન ભિન્ન એક એકથી સાધ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org