________________
[ ૮૯
પારમાર્થિક લેખસંગ્રહ બંધસ્વામી એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વગર તથા બંધ અને બંધફળથી વિરક્ત ચિત્ત થઈ સ્વ–સ્વરૂપને વિષે અપૂર્વ પ્રેમ ઉલ્લસ્યા વગર અનાદિ બંધનની આત્યંતિક નિવૃત્તિ હય જ નહિ. આથી જ કહેવામાં આવ્યું છે કે–અજ્ઞાન અને રાગદ્વેષયુક્ત પરિણામે કરેલી પ્રવૃત્તિ તે બંધનું કારણ થાય એ તે નિશ્ચિત છે, પણ તેના પરિણામે કરેલી નિવૃત્તિ પણ બંધનું કારણ થાય છે; જ્યારે આત્મપરિણતિયુક્ત સમ્યગજ્ઞાન પરિણામે કરેલી પ્રવૃત્તિ તથા નિવૃત્તિ બન્ને મોક્ષનું કારણ થાય છે. એ એક તત્ત્વજ્ઞાનપૂર્વક આત્મદશાનું અપૂર્વ માહાત્મ્ય છે.
સિદ્ધિપદને સાચો ઉપાય જીવના પૂર્વકાળના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવાં અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી; અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી ? અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરૂષના આરાધન વિના બીજા કયા પ્રકારે પ્રાપ્ત થાય?–એ વિચારતાં એમ જ સિદ્ધાંત થાય છે કે- જ્ઞાની પુરૂષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધિપદને સર્વશ્રેષ્ઠ ઉપાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org