________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૮૩
મને દૂર કરવાવાળા મળ-પ્રયાગની સમાન ‘ અનિવૃત્તિકરણ’ છે. ઉક્ત ત્રણેય પ્રકારના ખળ-પ્રયાગમાં ચિકાશ દૂર કરવાવાળા મળ-પ્રાગ જ વિશિષ્ટ છે.
એ પ્રકારે અપૂર્વકરણુરૂપ પપિરણામદ્વારા રાગદ્વેષની અતિ તીવ્રતા મટી ગયા પછી દર્શનમેાહ પર વિજય પ્રાપ્ત કરવા સહજ છે. દનમાડુ જીતાયા એટલે પહેલા ગુણસ્થાનની સમાપ્તિ થઈ.
ઉક્ત પ્રમાણે હાયે છતે જ વિકાસગામી આત્મા સ્વરૂપનું દર્શન કરી શકે છે અર્થાત્ આજ સુધી તે આત્માની જે છીપમાં રૂપાની ભ્રાન્તિની જેમ પરરૂપમાં સ્વરૂપની ભ્રાન્તિ હતી તે દૂર થઈ જાય છે. એથી જ તેના પ્રયત્નની ગતિ ઊલટી નહિ થતાં સીધી બની રહે છે અર્થાત્ તે વિવેકી અનીને કર્તવ્ય-અકર્તવ્યના વાસ્તવિક વિભાગ કરી લે છે. આ દશાને જૈનશાસ્ત્રમાં અન્તરાત્મભાવ' કહેવાય છે, કારણ કે—આ સ્થિતિ પ્રાપ્ત કરીને વિકાસગામી આત્મા પેાતાની અંદર વર્તમાન સૂક્ષ્મ અને સહજ એવા શુદ્ધ પરમાત્મભાવને દેખવા લાગે છે, અર્થાત્ અન્તરાત્મભાવ એ આત્મમદિરનું ગર્ભદ્વાર છે, જેમાં પ્રવેશ કરીને તે મંદિરમાં વર્તમાન પરમાત્મભાવરૂપ નિશ્ચય દેવનું દર્શન કરી શકે છે.
આ દશા વિકાસક્રમની ચતુર્થી ભૂમિકા કિવા ચતુ ગુણસ્થાનક છે, જેને પામીને આત્મા પ્રથમ વાર જ આધ્યાત્મિક શાંતિના અનુભવ કરે છે. આ ભૂમિકામાં આધ્યાત્મિક દૃષ્ટિ યથાર્થ (આત્મસ્વરૂપેાન્મુખ) હાવાના કારણે વિપર્યોસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org