________________
–પ્રાસ્તાવિક કથન સામાજિક, ધાર્મિક, નૈતિક અને રાજકીય-એમ લેખોના અનેક પ્રકાર છે. તે પૈકી કેટલાક તત્ત્વજ્ઞાનને લગતાં હોય, કેઈ નૈતિક અને ધાર્મિક મિશ્ર હોય અને કેટલાક માત્ર આત્મદષ્ટિએ લખાયેલા હેઈયેગ અથવા અધ્યાત્મના વિચારને સ્પર્શ કરનારાં હોય છે.
પ્રસ્તુત લેખસંગ્રહ કર્થચિત્ પારમાર્થિક દૃષ્ટિને સ્પર્શ કરનારે સુજ્ઞ વાચકવર્ગ જોઈ શકશે, જેથી ગ્રન્થનું નામ “પારમાર્થિક લેખસંગ્રહ રાખવામાં આવ્યું છે. સંખ્યાબંધ વેગ-અધ્યાત્મ આદિ ગ્રન્થનું જેમ જેમ વાંચન થતું ગયું, તેમ તેમ તે તે મહત્પનાને આધુનિક વિદ્વાને ના છૂટા છૂટા પડેલા વાક્યરત્નને એક યા બીજી રીતિએ મૂકી–ત્યથામતિ એગ્ય આકારે તૈયાર કરી “શ્રી જૈન ધર્મપ્રકાશ અને શ્રી જૈન આત્માનંદ પ્રકાશ માસિકમાં લેખરૂપે મૂકતો ગ. માસિકમાં આવતાં તેને સંગ્રહ એક પુસ્તકરૂપે બહાર મૂકાય તે ઉપયોગી થવા યોગ્ય છે. તેમાં કેટલાક સજજની પ્રેરણાથી આ ગ્રન્થ શ્રી જીવણલાલ અબજીભાઈ જૈન ગ્રન્થમાલાના ત્રીજા પુસ્તક તરીકે પ્રસિદ્ધ કરાય છે.
સદર ગ્રન્થમાંગશાસ્ત્ર, આત્માનુશાસન, અધ્યાત્મતત્ત્વાલક, સન્મતિતર્ક, તત્ત્વાર્થસૂત્ર, વિશેષાવશ્યક, પંચસંગ્રહ, જ્ઞાનસાર, દેવદર્શન, ઉપદેશછાયા, જૈનદશન, સમ્યગ્દર્શન, જૈન ઈતિહાસ, જૈન સાહિત્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org