________________
પ્રસ્તાવના
(બીજી આવૃત્તિની) પરમ પૂજ્ય તત્વચિંતક પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે ખૂબ જ સરળ શૈલીમાં જીવનોપયેગી તવામૃત તૈયાર કર્યું છે, જે આ પુસ્તકમાં રજુ કરવામાં આવે છે.
આપણે આત્મા અજ્ઞાનતાવશ–મેહવશ–પ્રમાદવશ અનાદિ કાળથી પરિભ્રમણ કર્યા કરે છે. એમાં અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે. ભવિતવ્યતાના યોગે કાળનો પરિપાક થતાં ક્રમશઃ કાયમાંથી વિકસેન્દ્રિય થઈને પંચેન્દ્રિયપણાને પામે છે. તેમાં પણનારક-તિર્યંચ વગેરે નિએમાં ભટકતે મહાન પુણ્યરાશિ એકઠી થાય ત્યારે આ દુર્લભ મનુષ્યપણું પ્રાપ્ત કરે છે. તેમાં પણ મહાન પુણ્યદયના યોગે આર્યદેશ, આર્યકુળ, જૈન ધર્મ, ઉત્તમ માતાપિતાને વેગ, દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી–આ બધી વસ્તુ પ્રાપ્ત થાય છે.
અલૌકિ અને સર્વજ્ઞ ભાષિત જન ધર્મની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. આપણા પૂર્વાચાર્યોએ આ શાસન પામીને સર્વજ્ઞના વચનને અનુસાર શક્ય એટલા પ્રયત્ન કરી અમૂલ્ય એવા તત્વ-સિદ્ધાંત–સ્યાદ્વાદથી પરિપૂર્ણ સર્વજ્ઞ વચનના ખજાનાને આપણા સુધી પહોંચાડયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org