________________
62.
જનતત્વ વિચાર
સમ્યફ પ્રકારે નિવૃત્તિ કરવી એ છે. નહિ તે ગજજ્ઞાનવત્ જીવ નિરંતર દુઃખી અને કર્મપરતંત્ર બન્યા રહે છે.
મેહના ઉદયથી રાગદ્વેષરૂપે પરિણામ જીવને થયા કરે છે, જેથી કોઈ વખત અશુભ કાર્યોની પ્રવૃત્તિ તથા શુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) આત્માને તે છે. અને કદાચિત શુભ કાર્યોની પ્રવૃત્તિ તથા અશુભ કાર્યોની અપ્રવૃત્તિ (નિવૃત્તિ) જીવ કરે છે, પણ એવી મેહગર્ભિત પ્રવૃતિનિવૃનિવડે શુભાશુભ બંધનની વૃદ્ધિ–હાનિ જીવ અનંતકાળથી કરતું આવ્યું છે. મેહદય ક્ષીણ થવાથી વા અત્યંત મંદ થવાથી તત્ત્વજ્ઞાન નિર્મળપણાને પામે છે તથા એ સભ્ય તત્ત્વજ્ઞાનના પ્રસાદથી આત્મ ઉપગ મેહદય પ્રત્યે નિરસપણાને ભજે છે, જેથી વિજ્ઞાનરૂપ શુદ્ધ પગની પ્રવૃત્તિ તથા શુભાશુભ ભાવની અપ્રવૃત્તિ અર્થાત્ નિવૃત્તિ સહેજે થાય છે, અને એવી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિ વડે સર્વ કર્મ સંસ્કારના આત્યંતિક ક્ષયરૂપ નિર્વાણદશાને જીવ પામે છે.
પ્રથમ બંધ અને આત્મા ઉભયમાં અનાદિકાળથી તેના સ્વરૂપની વાસ્તવિક પ્રતીતિપૂર્વક જીવને ભેદ જ પડયે નથી, છતાં માત્ર અનુપગ પરિણામે બંધ અને આત્મા જૂદા છે, એમ કથન માત્ર જીવ ગાયા કરે છે અને એવી અજ્ઞાન મને દશાયુક્ત પણે કરેલી પ્રવૃત્તિ-અપ્રવૃત્તિવડે બંધ. નની વાસ્તવિક નિવૃત્તિ કયાંથી હોય? બંધ, બંધહેતુ, અંધફળ અને બંધસ્વામી એના વાસ્તવિક સ્વરૂપને સમજ્યા વગર તથા બંધ અને બંધફળથી વિરક્ત ચિત્ત થઈ સ્વસ્વરુપને વિષે અપૂર્વ પ્રેમ ઉલસ્યા વગર અનાદિ બંધનની આત્યંતિક નિવૃત્તિ હેાય જ નહિ. આથી જ કહેવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org