________________
336
જૈનતત્ત્વ વિચાર
પુરૂષાર્થ કર્યો નથી, પણ બધા ખેટા આલંબને લઈ આડા વિદને નાંખ્યા છે. એ પુરુષાર્થ મનુષ્યપર્યાયમાં જ સાધી શકાય છે. જીવને જ્યારે સાચી કલ્યાણવૃત્તિ જાગે, ત્યારે ભવસ્થિતિ પાકી છે એમ સમજવું.
[ ૪૧૫ ] જગતુમાં જવાની અનંતાનંત રાશિ છે, એમાં મનુષ્ય સંખ્યા તો અતિ આપે છે. તે નાની હોવા છતાં સર્વ પર્યા યમાં મૂખ્ય છે. આ જ પર્યાયમાં જીવ પોતાની શક્તિને વિકાસ સાધીને અનાદિ સંસારના બંધનજન્ય-મર્મભેદી દુઃખને સમૂળો નાશ કરી અનંત સુખોના આધારરૂપ પરમ પદને મેળવી શકે છે. સંયમ ગુણની પૂર્ણતા પણ આ જ પર્યાયમાં સધાય છે, જે પરમપદના હેતુરૂપ છે.
[ ૪૧૬ ] સંસારરૂપ સમુદ્રને તરવાના ઉપાયરૂપ ચારિત્રરૂપી વહાણ છે, પણ તેમાં કર્મોના આશ્રવરૂપ છિદ્રો ન પડે તેની સતત સાવધાની રાખવી પડે છે.
[ ૧૭ ] મજબૂત નાવ અને માહિતગાર નાવિકથી જેમ સાગરનો તરીને પાર પમાય છે. તેમ સંસારસાગર સદ્ધર્મરૂપી નાવ અને સગુરૂરૂપી નાવિકથી પાર પામી શકાય છે.
[ ૧૮ ] સોનાના ગ્રાહકે સોનું લીધા પહેલાં ચાર પ્રકારે તેની પરીક્ષા કરે છે. પ્રથમ કસેટી ઉપર ઘસે છે, તેથી નિશ્ચય ન થાય તો તેને કાપ મારે છે, તેથી પણ નિશ્ચય ન થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org