________________ 314 જૈનતત્ત્વ વિચાર નથી અને પિતે જે વાત માની લીધી હોય તેનું જ સમર્થન કરે છે. [315] જેમ જેમ રાગ-દ્વેષને ઉપશમભાવ થાય છે, તેમ તેમ ન્યાયપ્રિયતા ખીલતી જાય છે. ન્યાયપ્રિય મનુષ્ય સત્ય ધર્મને ગ્રહી શકે છે અને અસત્યને ત્યાગ કરી શકે છે. જે મનુષ્ય ન્યાયપ્રિય હેતું નથી તે રાગ-દ્વેષના પક્ષપાતમાં પડે છે. [316] સત્યની ખાતર સત્ય છે, નહિ કે મને પ્રિય છે અથવા મારૂં છે માટે સત્ય છે. એ અમેઘ ચાવી જે ધ્યાનમાં હોય, તે દષ્ટિરાગ, લોકેષણા, ગાડરીઓ પ્રવાહ, દર્શનમોહ-એ બધાં ઝપાટામાં દૂર થઈ આત્મા પિતાના સનાતન–અનાદિનિધન સત્ ભણું સહેજે વળે. [317] જ્યાં સુધી સાચી વાત કહેવાની તથા સાચી રીતે વર્તવાની આપણામાં હિંમત આવી નથી, ત્યાં સુધી આપણે ઉત્કર્ષ થવે કદી પણ સંભવિત નથી. શુદ્ધ આશયથી સ્વપરહિતની ચગ્ય તુલના કરતાં જે લાગે તે કહેવામાં તથા કરવામાં જ પુરૂષાર્થ છે. [318] વિચક્ષણ બુદ્ધિશાળીએ માણસના વચનથી તેના ગુણઅવગુણને તોલ નિઃસંશય કરી શકે છે. અમુક વચને કૃત્રિમ છે અને અમુક તેને શુદ્ધ અંતઃકરણના સત્ય છે, એ તારવણી–એ પારખું તેઓ પોતાની બુદ્ધિવડે કરી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org