________________
જૈન દર્શનમાં ગ
13.
આત્માનું બાલ્ય અને યૌવન કાળ અચરમાવર્તમાં અનામેગે યા તે વિપર્યાસે જે અનુષ્ઠાનનું સેવન કરવામાં આવે, તે અનુષ્ઠાને મુખ્યતયા લોકાનુષ્ઠાન યા તો “આઘાનુષ્ઠાન” કહેવામાં આવે છે. એમાં પણ ભવાભિનંદી જે ક્રિયા કરે, તે તો ચોગની વિધિની જ હોય છે. આ જ કારણે અચરમાવંતને ધર્મની દૃષ્ટિએ બાલ્યકાળ કહેવાય છે. એમાં અનંત વાર પણ કરાતી ધર્મ કિયા તુચ્છ અને નિષ્ફળ માનવામાં આવી છે. જે દ્રવ્યકિયા, તુરછ અને કાયકલેશજનિકા માની છે, તે અચરમાવતની. સમજવી. જ્યારે ચરમાવત એ ધર્મ માટે નવનીતકલ્પ છે. અને યૌવનકાળ છે. એમાં આચરાતાં અનુષ્ઠાને અપુનબંધકાદિ કરતા વિશેષ જ્ઞાન નહિ હોવા છતાં મુક્તિના કારણ બની જાય છે, કારણ કે એ અનુષ્ઠાને ભાવાનુષ્ઠાનના કારણ બને છે, એથી જ એ દ્રવ્યરૂપ છતા તુચ્છ નથી, કિન્તુ આદરણીય છે. એથી જ ભાવાજ્ઞાના પાલનની વાસ્તવિક યેગ્યતા સમ્યકત્વ લાભાનંતર હોવા છતા કારણરૂપે અપુનબંધકાદિમાં પણ માનવામાં આવેલ છે. દ્રવ્યાનુષ્ઠાનના પ્રધાન–અપ્રધાન બે ભેદ છે. ભાવના કારણને પ્રધાન દ્રવ્યાનુષ્ઠાન કહેવાય છે, જ્યારે અંગારમર્દ કાદિ અચરમાવતીનું દ્રવ્યાનુષ્ઠાન ભાવનું કારણ નહિ હેવાથી અપ્રધાન અર્થમાં દ્રવ્ય છે. આ પ્રધાનતા “agવગોવશ્વ' એ નિયમાનુસાર સમજવી.
અપુનબંધક જીવમાં એવી ચગ્યતા પ્રગટ થઈ જાય છે કે–તેઓમાં ધર્મબીજનું વપન થઈ શકે છે અને કેમિક શુદ્ધિનું પણ તે પાત્ર બની શકે છે. એથી જ એની તત્ત્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org