________________
292
[ ૨૧૯ ]
પાત્રતા વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી, પરિણામ આપતું નથી. તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ માટે જીવને વૈરાગ્ય પાત્રતા આપે છે. આમ આ સંસારથી છૂટવા ઈચ્છતા જીવાને-મુમુક્ષુઓને વૈરાગ્ય પરમ સાધન છે.
જૈનતત્ત્વ વિચા
[ ૨૨૦ ]
જેના ચિત્તમાં લેશ માત્ર ત્યાગ-વૈરાગ્ય નથી તેને તત્ત્વજ્ઞાન ન થાય, એમ સત્પુરૂષો કહે છે તે કેવળ સત્ય છે. આ કાળ એના પ્રત્યક્ષ પૂરાવારૂપે છે. આ કાળને પરમ જ્ઞાનીઓએ દુઃષમ કહ્યો છે તે વાસ્તવિક છે, જે કાળમાં જીવાને આત્મહિતના સાધના દુષ્કર થઈ પડયા હાય, તત્ત્વ જ્ઞાન—આત્મજ્ઞાનની પ્રાપ્તિ પરમ દુલભ હાય, તે કાળ કેવળ દુઃષમ-વિષમ કહેવા ચેાગ્ય છે.
[ ૨૨૧ ]
આ સંસારરૂપી રણભૂમિકામાં (દુઃષમકાળમાં) કાળરૂપી ગ્રીષ્મ ઉદયને ન વેદે, એવી સ્થિતિના તે! કોઈક જ જીવ હશે.
૫ ૨૨૨ ] સ’સારસ્વરૂપનું જ્ઞાન અને સંસાર ઉપર દ્વેષ–એ અને કારણેાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
[ ૨૨૩ ] સમકિતવંત જ્ઞાતાપુરૂષો સસારની નિર્ગુણતા જૂએ છે. એટલે તેને વૈરાગ્યની પ્રાપ્તિ સહેજે થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org