________________
288
જૈનતત્ત્વ વિચાર
[ ૨૦૨ ] પ્રાણીઓના મનરૂપી ગાઢ વનમાં શુભ તથા અશુભરૂપી મેટા કાંઠાઓવાળી વાસનારૂપી નદી સર્વદા પ્રબળ વેગથી ચાલી જાય છે.
[ ર૦૩ ] વાસનાથી ઘેરાયેલું ચિત્ત સંસારમાં રહેલું છે અને તે જ જો વાસનાઓથી રહિત થાય, તે જીવનમુકત કહેવાય છે.
જે દેહાભિમાનરૂપી અહંકાર છે, તે જ અનંત જન્મરૂપી વૃક્ષને કાંટો છે, કે જે વૃક્ષેની “આ મારું–આ મારું એવા પ્રકારની મમતાએારૂપ હજારે શાખાઓ ફેલાયેલી છે.
[ ૨૦૫ ] આત્માને બંધનરૂપ આ સંસારરૂપી વૃક્ષ, કે જે આશાએરૂપી માંજવાળું છે, દારૂણ દુઃખાદિરૂપી ફળવાળું છે. ભેગરૂપી પલ્લોવાળું છે, જરારૂપી પુષ્પવાળું છે અને તૃષ્ણ રૂપી લતાઓથી શોભી રહ્યું છે, તેને જ્ઞાની પુરૂષો વિવેકરૂપી ખર્શથી કાપી નાંખે છે.
[૨૦૬ ]. અનંત વિષયોમાં અનંત સંકલ્પની કલ્પનાને કરનારી અવિદ્યાને લીધે જ્યાં સુધી આ જગરૂપ મેટી ઈન્દ્રજાળને વિસ્તીર્ણ કરતા મૂઢ છે પિતાના સ્વરૂપને જોતા નથી, ત્યાં સુધી પાણીમાં ચકરીઓની પેઠે સંસારમાં ભમ્યા કરે છે.
[ ૨૦૭ ] આ સંસારને આડંબર માત્ર દેખવામાં જ રમણીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org