________________
274
જૈનતત્વ વિચાર
[ ૧૨૭ ] જો જીવ લૌકિક ભયથી ભય પામ્યા છે તેનાથી કોઈ પરમાર્થ કે સંભવ નથી. લેક ગમે તેમ બોલે તેની દર કાર ન કરતાં, આત્મહિત જેનાથી થાય તેવા સદાચરણ સેવવાં જોઈએ.
[ ૧૨૮ } જ્યાં સુધી જીવ લૌકિક દૃષ્ટિને વમે નહિ તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન પડે, ત્યાં સુધી જ્ઞાનીની દષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થાય એમાં સંશય નથી. લેકે જ્ઞાનીને લોકદષ્ટિએ દેખે તે ઓળખે નહિ
[ ૧૨૯ ] લૌકિક દષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિમાં મહદ્ અંતર છે. જીવને અનાદિકાળથી પ્રમાદમાં રતિ હોવાથી જ્ઞાનીની દષ્ટિ લોકને (જીવને રૂચિકર થતી નથી.
[ ૧૩૦ ] આ ક્ષણભંગુર દુનિયામાં જ્ઞાની–સપુરૂષોને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
[ ૧૩૧ ] જે જ્ઞાનીની અને જ્ઞાનીના વચનોની પરીક્ષા સર્વ જીને સુલભ હેત, તે નિર્વાણ પણ સુલભ જ હોત.
[ ૧૩૨ ] શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે. મેક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org