________________
240.
ચિંતન કણિકા આશ્રયવડે પામ્યા છે. શુદ્ધ વ્યવહાર વિના નિશ્ચયની ઉત્પત્તિ હોતી નથી.
[૨૮] વ્યવહારરત્નત્રયથી નિશ્ચયરત્નત્રય પ્રગટ થાય છે. આ રત્નત્રય (જ્ઞાન-દશન–ચારિત્ર) વિના કોઈને કઈ પણ કાળે પિતાના પરમ શુદ્ધ ચિદ્રપની પ્રાપ્તિ થતી નથી, એવો જ્ઞાનીઓને દઢ નિશ્ચિય છે.
[ ૨૯ ] સંયમ-આચરણ ચારિત્ર એ વ્યવહારરૂપ છે અને સ્વરૂપાચરણ ચારિત્ર એ નિશ્ચયરૂપ છે.
સંયમ-આચરણ ચારિત્ર વિના કેવળ સ્વરૂપાચરણ ચારિત્રથી સિદ્ધિ થતી નથી. સ્વરૂપાચરણ ચારિત્ર કેવળ અપ્રમત્તાદિ ગુણઠાણે જ ઘટે છે.
સંયમ–આચરણ ચારિત્રરૂપ યમ–નિયમાદિ જે સાધને શાસ્ત્રમાં કહ્યાં છે. તે નિજસ્વરૂપની પ્રાપ્તિ અર્થ છે કારણ કે–એ સાધને પણ કારણને અર્થે છે. તે કારણે આ પ્રમાણે છે–આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવી તથા તેમાં સ્થિતિ થાય તેવી યોગ્યતા થવી, આથી એ કારણે ઉપદેશ્યા છે. તત્વજ્ઞાનીએ એથી એવા હેતુથી આ સાધને કહ્યાં છે, પણ જીવની સમજણમાં સામટો ફેર હોવાથી તે સાધનમાં જ અટકી રહ્યો અથવા તે સાધન પણ અભિનિવેશ–પરિણામે ગ્રહ્યા. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે છે, તેમ તત્વજ્ઞાનીઓએ એ તત્ત્વનું તત્તવ
કહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org