________________
આત્મા સાથે સંબંધિત સાતનય
235
રૂપ “આત્મા નામધારી શબ્દને નિર્વિકલ્પ કર ! અર્થાત્ “આત્મા સિવાય ક્યાં બીજે કાંઈ પણ વિકલ્પ વર્તતે નથી એવો કર! નિર્વિકલ્પ આત્મધ્યાન-શુક્લધ્યાનને પામ! ૧૧. “સમભિરૂઢદષ્ટિથી એવંભૂત અવલોક.”
સમભિરૂઢ-નિશ્ચયસ્વરૂપની સાધનામાં સમ્યપણે અભિ રૂઢ-અતિ ઉંચે ચઢેલ ઉચ્ચ ગુણસ્થાન સ્થિતિને પામેલ એવી દષ્ટિથી, એવંભૂત એટલે જેવા પ્રકારે મૂળ શુદ્ધ આત્મસ્વરૂપ છે, તે અવલેકજે! કારણ કે–સમભિરૂઢ સ્થિતિવાળાને પ્રત્યક્ષ પ્રગટ એવંભૂત આત્મદર્શન–કેવલદર્શન થાય છે. ૧૨. “એવભૂતદષ્ટિથી સમભિરૂર સ્થિતિ કર.
એવંભૂત-શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી સમભિ રૂઢ-આત્મસ્વરૂપમાં સમ્યપણે અત્યંત આરૂઢ, એવી પરમ
ગદશાસંપન્ન સ્થિતિ કર ! સ્વરૂપારૂઢ થા ! ગારૂઢ. સ્થિતિ કર !
૧૩. “એવભૂતદષ્ટિથી એવંભૂત થા.”
એવભુતદષ્ટિથી–શુદ્ધ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત થા ! અર્થાત શુદ્ધ આત્મસ્વરૂપમાં જેણે સ્થિતિ કરી છે એ સ્વરૂપસ્થિત થઈ જા. ૧૪. “એવભૂતસ્થિતિથી એવભૂતદષ્ટિ શમાવ.
અને આવા પ્રકારે એવંભૂતસ્થિતિથી યથાસ્થિત શુદ્ધ આત્મસ્વરૂમાં સ્થિતિથી એવંભૂત અર્થાત્ આત્મસ્વરૂપ સ્થિતિની દૃષ્ટિ શમાવ! અર્થાત્ શુદ્ધ આત્મસ્વરૂપ જે તારૂં સાધ્ય, ધ્યેય, લક્ષ હતું, તે શુદ્ધ સહજાન્મસ્વરૂપમાં તો તું હવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org