SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 182 જૈનતત્ત્વ વિચાર છે. કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યા જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કમને થતો ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કર્મને ક્ષય થાય છે. પરંતુ નિમિત્ત બળવાન છે. નિમિત્તને લઈને સત્તામાં પડેલા કર્મો ઉદીરણારૂપે થઈને જે મેડા ઉદય આવવાના હોય તે વહેલા બહાર આવે છે. આ વખતે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય-ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય, તો ઉદય આવેલા કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તાથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાનાં સ્થાનમાં પડેલે અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બૂઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પિતાનું જે વાપરી શકાતું નથી. જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજો રાજા ચઢી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી, પોતાને બચાવ કરવા ખાતર તે રાજા પિતાના શહેરના દરવાજા બંધ કરે છે અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે અને શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પિતાના શત્રુ ઉપર એકી વખતે હલે કરે છે અને શત્રુને હરાવે છે, તેમ આત્માની આગળ ઉપશમભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું, તેવા પ્રસંગે મેહશત્રુ તેના પર ચઢાઈ કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005005
Book TitleJain Tattva Vichar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Vajrasenvijay
PublisherSha Premji Korshi Mumbai
Publication Year1987
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy