________________
આત્મ વિકાસકમ (૧)
131
અનેક નીચી_ઊંચી અવસ્થાઓને અનુભવ કરવો પડે છે. પ્રથમ અવસ્થાને અવિકાસની અવસ્થા અથવા અધ:પતનની પરાકાષ્ઠા અને છેલ્લી અવસ્થાને વિકાસ યા ઉત્કાતિની પરાકાષ્ઠા સમજવી જોઈએ.
આ વિકાસકમની મધ્યવર્તાિની બધી અવસ્થાઓને અપેક્ષાએ ઉચ્ચ યા નીચ કહી શકાય છે. અર્થાત્ મધ્યવતિની કોઈ પણ અવસ્થા ઉપરવાળી અવસ્થાની અપેક્ષાએ નીચ અને નીચેવાળી અવસ્થાની અપેક્ષાએ ઉચ્ચ કહી શકાય છે. વિકાસ તરફ પ્રસ્થાન કરતે આત્મા વસ્તુતઃ ઉક્ત પ્રકારની સંખ્યાતીત આધ્યાત્મિક ભૂમિકાઓને અનુભવ કરે છે, પરંતુ જૈનશાસ્ત્રમાં સંક્ષેપમાં એનું વર્ગીકરણ કરીને તેના ચૌદ વિભાગ કર્યા છે, જે “ચૌદ ગુણસ્થાન” કહેવાય છે.
રાગ-દ્વેષના અધ્યવસાયથી મનને નિગ્રહ કરનારી તેમજ એહિક–પારલૌકિક અભિલાષાઓને ત્યાગ કરનારી વ્યક્તિ કર્મ રેકી શકે છે. કર્મના ઉપાદાનમાં હેતુરૂપ એવા પરિણામને અભાવ તે “સંવર' કહેવાય છે. આધ્યાત્મિક વિકાસને ક્રમ સંવરના કમ ઉપર અવલંબિત છે. એથી જેમ જેમ સંવરની માત્રા વધતી જાય, તેમ તેમ ઉચ્ચ ઉચ્ચ ગુણસ્થાન પ્રાપ્ત થતું જાય છે.
તમામ આવરણેમાં મેહનું આવરણ પ્રધાન છે જેનાથી રાગ-દ્વેષની ઉત્પત્તિ છે. જ્યાં સુધી મેહ બલવાનું અને તીવ્ર હોય ત્યાં સુધી અન્ય તમામ આવરણે બલવાન અને તીવ્ર બનેલા રહે છે. એનાથી વિપરીત મહ નિર્બલ થયે જ અન્ય આવરણની એવી જ દશા થઈ જાય છે. અર્થાત્ મેહ નિર્મલ થશે તે અન્ય આવરણે પણ નિર્બલ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org