________________
નય–પ્રમાણ અને સ્યાદ્વાદ
પ્રમાણદ્વારા જાણેલી વસ્તુને બીજાની અર્થાત્ શ્રોતાની બુદ્ધિમાં પહોંચાડવાની ક્રિયા. અ–કરનાર વકતાને માનસિક વ્યાપાર તે) નય.
પ્ર– જૈન ન્યાય ગ્રન્થની જેનેતર ન્યાય ગ્રન્થમાં નય વિષે મીમાંસા છે કે નહિ?
ઉ–નથી. જે કે જૈન અને જૈનેતર બન્નેના તકગ્રન્થમાં મીમાંસા છે, છતાં નયને પ્રમાણથી છૂટો પાડી તેના ઉપર સ્પષ્ટ અને વિસ્તૃત મીમાંસા તે માત્ર જૈનએ જ કરી છે.
આ રીતે નય અને પ્રમાણના વિષય ઉપર પ્રકાશ પાડનાર ૨૯ મા પદ્યનું સ્પષ્ટીકરણ છે.
नयानामेकनिष्टानां, प्रवृत्तेः श्रुतवम॑नि । सम्पूर्णार्थविनिश्चायि, स्याद्वाद श्रुतमुच्यते ॥३०॥
(ન્યાયાવતાર) અર્થાત–એક–નિષ્ટ એક એક ધર્મને ગ્રહણ કરવામાં લીન એવા નાની પ્રવૃત્તિ શ્રુતમાર્ગમાં હોવાથી સંપૂર્ણ વસ્તુને નિશ્ચિત કરનાર અર્થાત્ વસ્તુને સમગ્રપણે પ્રતિપાદન કરનાર તે સ્યાદ્વાદશ્રત કહેવાય છે. ૩૦
આ નય અને સ્યાદ્વાદના સંબંધને સૂચવનારા પદ્યનું નીચે મુજબ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું છે –
પ્ર–શ્રત એટલે શું? ઉ-આગમજ્ઞાન તે શ્રુત.
પ્ર–શું બધું કૃત એક જ જાતનું છે કે તેમાં જાણવા જે ખાસ ભેદ છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org