________________
નાનકડા જોડા
૩૧૭
ઍસમરાલ્દાએ પેાતાના હાથ અંદર જાય તેટલા ખાસી દીધા. પેલી તપસ્વિનીએ તેના ઊપર ચુંબન ઉપર ચુંબન કરવા માંડયાં. પણ થોડી વાર પછી તે એવી નિશ્વળ બની ગઈ કે, જાણે તેના શ્વાસ થંભી ગયા છે કે શું, એમ જ લાગે. પછી એકદમ પાળ ફાટે અને પાણી ધસી આવે એમ એક કારમી હાય તેના હૃદયમાંથી ફાટી પડી, અને તેની આંખામાંથી આંસુ અને છાતીમાંથી ડૂસકાં બહાર ધસી આવ્યાં.
રહ્યા.
પછી અચાનક તે બારીના સળિયા તરફ વળી અને એક સિંહણનું જોર કરીને તેણે તે સળિયા હચમચાવવા માંડયા. સળિયા અડગ પછી તે પેાતાની કોટડીમાં પાછી વળી, અને એશિકા તરીકે જે પથર તે વાપરતી હતી તે ઉપાડી તેણે સળિયા ઉપર એટલા જોરથી માર્યા કે એક સિળયા તૂટી ગયા. પછી બીજા પ્રહારે તે સળિયાના આખા ક્રૂસ તૂટી ગયા. પેલી ડોસીએ હવે સળિયાનાં કટાયેલાં જે ઠૂંઠાં ઊભાં રહ્યાં હતાં તે પથરા વડે વાળી નાખ્યાં. આ બધું કરવાનું જાર, અનેક વરસાથી ભૂખે મરેલી અને સુકાઈ ગયેલી ડોસીમાં શી રીતે આવ્યું, તેની કલ્પના ભાગ્યે કરી શકાય.
“ મારી
પછી તે। એ ડોસીએ અસમરાલ્દાને જેમ તેમ કરી એ બાકામાંથી. અંદર ખેંચી લીધી. એ ક્રિયા પણ શી રીતે થઈ કે તેણે કરી, એનું વર્ણન ન થઈ શકે. પછી ઑસમરાલ્દાને બે હાથમાં લઈ, તેણે પેાતાની પરાળની પથારીમાં સુવાડી – જાણે તે હજુ તેની ધાવણી દીકરી જ હોય. પછી તે ગાંડીની પેઠે અચાનક ખડખડાટ હસી પડી. દીકરી ! છેવટે મને મળી ! અલ્યા ! બધા આવીને જુઓ તો ખરા ! મારી દીકરી મને પાછી મળી! ભલા ભગવાન! તમે મને પંદર પંદર વર્ષ સુધી રગરગાવી, પણ છેવટે મારી દીકરી મને પાછી આપી ખરી ! તે પેલી ઇજિશ્યન બાઇએ તને ખાઈ ગઈ નહાતી ! એમને સારાં માણસા જ કહેવાં જોઈએ ! તેએ તે તને ઉછેરીને મેટી કરી ! બેટા ! તું જ્યારે જ્યારે મારી બારી આગળથી પસાર થતી, ત્યારે કોણ જાણે શાથી મારું હૃદય તારા ઉપર જ ઊછળી પડતું, તથા બીજી કોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org