________________
નાનકડે જોડે
નદીમાં રહ્યાં રહ્યાં તેઓને મંદિર પાસે ચાલી રહેલા ઘમસાણના અવાજો સંભળાતા હતા.
અચાનક વિજ્યનાદ જેવો પોકાર ઊડ્યો, અને થોડી વારમાં મંદિરમાં ઉપરની છતોએ મશાલો લઈને સૈનિક દોડાદોડ કરતા હોય એવું દેખાયું. તેઓ કોઈને શોધતા હોય એવું ચોખ્ખું દેખાતું હતું. પછી તો “ઇજિશ્યિન!” “ઇજિશ્યિન!” “ પકડે!” “ પકડો !” એવી મોટી બૂમો પણ વચ્ચે વચ્ચે નદીના પ્રવાહ ઉપર દોડી આવવા લાગી.
ઍસમરાદા બધું સમજી ગઈ. તેણે હતાશ થઈ માથું નમાવી દીધું. શિંગોર જાલીને પોતાના બે ઢીંચણ વચ્ચે દબાવીને પંપાળવા લાગ્યો. તેને વિચાર આવવા લાગ્યો કે, પોતે એક ભારે જોખમ ઉઠાવી રહ્યો છે. કાયદાની દૃષ્ટિએ દેહાંતદંડની સજા પામેલાં બે પ્રાણીઓને તે ભગાડી જાય છે. બંનેને છુપાવવાનો બોજો ઉઠાવવો તેના એકલા માટે અશકય હતો. તેને સાથી માત્ર ઍસમરાદાનો બોજો જ ઉઠાવવા માગતો હત; તો પછી પોતે એક જાલીની જવાબદારી જ માથે રાખવી શી ખોટી? ડાહ્યા માણસે આખું ન બચાવી શકાય તેમ હોય, ત્યાં અધું જતું જ કરવું રહ્યું!
અચાનક કિનારાનો ધક્કો લાગતાં હોડી ઊભી રહી.
નીચે ઊતરતી વખતે પેલા અજાણ્યાએ ઍસમરાદાને ટેકો આપવા હાથ લાંબો કર્યો, પણ તેણે તેને પાછો ધકેલ્યો અને ગિરના હાથને વળગવા પ્રયત્ન કર્યો! ગ્રિગોર જાલીને જ બે હાથે પકડી રહ્યો હોઈ, તેણે ખભા વડે જ એસમરાદાને જરા પાછી ધકેલી એટલે તે કોઈના ટેકા વગર જ હોડીમાંથી કૂદી પડી.
હવે આગળ શું કરવાનું હતું તેની તેને કંઈ સમજ ન હતી. થોડી વારે જ્યારે માથું ઊંચું કરી તેણે આસપાસ નજર કરી, ત્યારે તેને જણાયું કે, પોતે પેલા અજાણ્યા પાસે એકલી જ ઊભી છે, અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org