________________
નેત્રદામ ઉપર ચડાઈ
૧
અચાનક તેને દૂરના એક સ્થળે નદી તરફ કંઈક વિચિત્ર હિલચાલ થતી માલૂમ પડી. પાછળના પાણીની સફેદ ભૂમિકા ઉપર જાણે કશુંક કાળું લાંબું પ્રાણી સળવળતું હોય એના જેવું તેને લાગ્યું.. ~ અને થોડી જ વાર બાદ તેને ખાતરી થઈ ગઈ કે, એ એક જંગી ટોળાનાં ઊંચાં નીચાં થતાં માથાં જ છે,
તેણે ચિંતા સાથે વધુ કાળજીથી એ તરફ જોવા માંડયું. એ સમુદાય નેત્રદામ મંદિર તરફ જ આગળ આવતા હતા!
થોડી વારમાં તે આસપાસની બધી શેરીએ જાણે એ સમુદાયથી
ભરાઈ ગઈ – રોકાઈ ગઈ.
-
હવે શું કરવું? ઍસમરાલ્દાને જગાડવી ? તેને કાંક બીજે ભગાડી દેવી ? પણ કઈ તરફ? શેરી તે રોકાઈ ગઈ હતી; મંદિરની પાછળ નદી હતી; પણ ત્યાં હાડી ન હતી – બહાર જવાનું દ્વાર પણ ન હતું. હવે તે એક જ વસ્તુ શકય હતી – નેત્રદામને દરવાજે જે કુમક ન આવે ત્યાં સુધી ઝૂઝવું. જોકે કોની કુમક આવે તે એ વિચારી શકતા ન હતા; છતાં અસમરાલ્દાને મૃત્યુની આખરી ઘડી સુધી જગાડવી નહિ – તેને નિરાંતે ઊંઘવા દેવી, એટલું તે તેણે નક્કી કરી લીધું.
હર ક્ષણે પેલું ટોળું વધતું જતું હતું. જોકે બહેરો બહેરા પણ તે એટલું નક્કી કરી શકયો કે, એ ટોળું ચુપકીદીથી પોતાની પ્રવૃત્તિ ચલાવી રહ્યુ છે ~ નહીં તેા તેમના બૂમબરાડાથી આસપાસનાં મકાનોની બારીએ તરત ઊઘડવા માંડી હોત.
અચાનક એક ઝબકારો થયા અને તેની સાથે સાત આઠ માટી મશાલા સળગી ઊઠી. કીમોંદાએ જોયું કે, ભૂતાવળ જેવું ચીંથરેહાલ સ્ત્રી-પુરુષોનું એક માઢું ટોળું, દાતરડાં, ફરસી, આંકડી, અને બીજા હજારો તીક્ષ્ણ હથિયારોથી સુસજ્જ થઈને આવ્યું હતું અને સમુદ્રનાં માજાની પેઠે હિલાળા લઈ રહ્યું હતું. તેમાંના કેટલાકને તે ઓળખી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International