________________
બહેરે
૨૪૯ પેલી હવે ભાવવશ થઈને તેના તરફ જોઈ રહી. કસીમૉદોની આંખમાં આંસુનું એક ટીપું આવવાનું શરૂ થયું, પણ તેણે એને પરાણે દબાવી રાખ્યું. જયારે તેને ખાતરી થઈ કે, એ આંસુ હવે બહાર નહિ નીકળે, ત્યારે તેણે આગળ કહ્યું –
“સાંભળો, અહીં ઘણાં ઊંચાં ટાવર છે, તેમાંનાં ગમે તે એક ઉપરથી માણસ નીચે પડે, તો નીચેની ફરસ ઉપર પહોંચે તે પહેલાં મરી જાય. જ્યારે તમારી મરજી થાય કે, મારે નીચે પડતું નાખવું, ત્યારે તમારે એક શબ્દ પણ બેલવો નહિ પડે, માત્ર એક નિશાની કરશો તેની સાથે હું નીચે પડતું મૂકીશ.”
- આટલું બોલીને તે જવા તૈયાર થયો. પણ પેલીએ નિશાની કરી તેને થોભવા જણાવ્યું.
ના, ના, તે બોલ્યો; મારે અહીં બહુ ઊભા રહેવું ન જોઈએ, તમે માત્ર દયાને ખાતર મારા તરફથી તમારી આંખો ફેરવી લેતાં નથી. પણ તમને મારા સામું જોઈને ત્રાસ તે થાય છે જ! એટલે હું એવી જગાએ ચાલ્યો જઈશ, જ્યાંથી હું તમને જોઈ શકું, પણ તમે મને જોઈ
ન શકો.”
કે પછી તેણે પોતાના ખીસામાંથી એક સિસટી કાઢી. “જ્યારે તમે મને બોલાવવા ઇચ્છો, ત્યારે આ સિસોટી વગાડજો. એ એટલી તીણી છે કે, તેનો અવાજ હું સાંભળી શકીશ.”
પછી ફરસ ઉપર એ સિસોટી મૂકી દઈને તે ત્યાંથી નાઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org