________________
૧૭.
માતા ! કે વહેલી સવારે મે મહિનાનો સૂર્ય આકાશમાં ઊંચે આવવા લાગ્યો હતો, એ અરસામાં તુર-રોલાં-ની તપસ્વિીનીએ પૈડાંનો ગડગડ અવાજ તથા ઘોડાઓના દાબડાને અવાજ પ્લાસ દ ગ્રેવેના મેદાનમાંથી આવતા સાંભળ્યો.
પેલી તપસ્વિનીએ એ અવાજને કાનમાં પેસતો રોકવા પોતાના માથાના છૂટા વાળ કાન ઉપર દાળ્યા, અને પંદર વર્ષથી જે નાના જોડાની તે ભકિતભાવથી ઉપાસના કરી રહી હતી, તેની પૂજા ઘૂંટણિયે પડીને શરૂ કરી. " એ નાનો જોડો તેને મન આખી દુનિયા હતી. એના બધા વિચારે, એનું સમગ્ર અસ્તિત્વ એ જોડા સાથે જ જોડાયેલું હતું – શાત્ર મૃત્યુ જ તેમાંથી તેને છુટકારો કરી શકે!
એ જોડાને જોઈ જોઈ, પોતાની બાલ-પુત્રીની યાદ લાવી લાવીને એણે કેટલાં આંસુ વર્ષોથી વહાવ્યાં છે, એને હિસાબ કણ કાઢી શકે? ઉપરાંત, પોતાની એ નાની બાળકીને ઉપાડી જનાર જિપ્સી-બાઈઓ ઉપર તેણે કેટલા શાપ અને કેટલી લ્યાનત વરસાવી છે, તેનો પણ?
આજ સવારથી, કોણ જાણે શાથી, તેનાં દુ:ખશોક વધુ તીવ્ર ની રહ્યાં હતાં. on એ મારી દીકરી ! મારી નાનકડી ! મારી લાડકી! હવે શું હું
થી તને કદી આ આંખોએ નહિ નિહાળી શકું? છતાં બધું ગઈ તે જ બન્યું હોય એમ હજુ મને લાગ્યા કરે છે. ભલા ભગવાન! અરે એને મારી પાસેથી એટલા થોડા વખતમાં જ છીનવી લેવી. હતી, તમે મને એ દીકરી આપી શા માટે? તમને ખબર નથી કે, અમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org