________________
બધી જ આશાએ પાછળ મૂકીને
૨૨૧. પેલો બોલતો બંધ થયો એટલો ઍસમરાદાએ નિસાસો નાખી એટલું જ કહ્યું, “ઓ મારા ફેબસ!”
પેલો રડતે અવાજે ત્રાડી ઊઠ્યો, “તારામાં જો જરાય દયાભાવ હોય, તો તું મારા સાંભળતાં એ નામ તારે મોંએ ન લાવતી. એ નામ, તું મને સંભળાવે તે કરતાં તારા દાંત વડે મારા હૃદયને આખું ને આખું તું ચાવી ખાય, તે મારા ઉપર તે મોટી દયા દાખવી કહેવાય. દયા કર ! દયા કર ! તું જો નરકમાંથી આવી હશે, તો હું મારી સાથે નરકમાં આવવા તૈયાર છું- તારી સાથેનું નરક પણ મને સ્વર્ગ સમાન સુખદાયક લાગશે. પરમાત્મા કરતાં પણ તારું દર્શન મને વધુ કલ્યાણકર લાગે છે. મારો આટલો ઉગ્ર પ્રેમ પણ તું પાછો ઠેલશે, અને મારો સ્વીકાર નહીં કરે, તે પર્વતો પણ પોતાનાં મૂળમાંથી કંપી ઊઠશે! જો તું કબૂલ થાય તે..... આપણે બંને નાસી જઈએ! હું તને નાસી છૂટવામાં મદદ કરીશ; આપણે બંને કયાંક એવી જગાએ ચાલ્યાં જઈશું, જ્યાં સૂર્ય વધુમાં વધુ પ્રકાશિત હોય, જયાં વૃક્ષો વધુમાં વધુ હરિયાળાં હોય, તથા જયાં આકાશ વધુમાં વધુ ભૂર હોય. ત્યાં આપણે બંને એકબીજાને ચાહતાં ચાહતાં અને પ્રેમ કરતાં કરતાં આપણા આત્માને એકબીજામાં રેડીને એકરસ કરી દઈશું. આપણ બંનેમાં એકબીજા માટે એવી અતર્ણ પ્રેમ-તૃષા ઊભી થઈ હશે, જે આપણે નિરંતર વહેતા પ્રેમ-પ્રવાહમાં બુઝાવ્યા કરીશું.”
પેલીએ હવે ખડખડાટ હસી પડીને પાદરીને આગળ બેલતા. ભાવ્યો.
જુઓ પિતાજી! તમારા હાથ ઉપર આ કોનું લોહી ચોંટેલું છે?”
“હા, ઠીક; તું મને મહેણાં-ટોણાં મારી શકે છે. એ બધું જે કરવું હોય તે કર; પણ મારી સાથે ભાગી આવવા તૈયાર થઈ જા. ઉિતાવળ કર! કાલે તો તને ગ્રેવેની માંચડા ઉપર ચડાવી દેશે. એની
યારીઓ આજથી શરૂ થઈ ગઈ છે. હું તને આટલી બધી ચાહું છું, એની ખબર આજ પહેલાં મને કદી નહોતી પડી. મારી પાછળ પાછળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org