________________
૧૪
અદાલતમાં
વગેર અને ડયૂક ઑફ ઇજિપ્તનો આખે સમુદા ભારે ચિંતામાં પડી ગયા હતા. એક આખા મહિનાથી લા ઍસરમાદા શું થયું છે તેની કશી ભાળ તેમને વળી ન હતી. તેની બકરીનું શું થયું એ પણ અજ્ઞાત જ હતું. તે લોકોએ પૅરીસને ખૂણેખાંચરે આદરેલી તપાસ નિષ્ફળ નીવડી હતી.
એક એવી વાત આવી હતી કે, કોઈએ તેને એક અફસર સાથે રાતના અંધારામાં કયાંક ચાલી જતી જોઈ હતી. પરંતુ ચિંગારને ખાતરી હતી કે, ઍસમરાદા કોઈ કારણે એવું ન કરે. તેનાં માતાપિતાની શોધ, તે અક્ષત કુંવારિકા રહે તો જ એના માદળિયાને પ્રતાપે કરી છે એમ હતું.
એક દિવસ ગ્રિગોર ખિન્ન ચિત્તે, રસ્તાઓ ઉપર લટાર મારત મારતો નીકળ્યો હતો, તેવામાં પેલેસ ઑફ જસ્ટિસ આગળ તે લોકોના મોટા ટોળાને ભેગું થયેલું જોયું. તેના નાટકની નિષ્ફળતાથી માંડીને તેના ઉપર જે જે વીત્યું હતું તેની શરૂઆત એ પૅલેસ ઓ. જસ્ટિસ આગળથી જ થઈ હોઈને, તેને એ મકાનનો એક પ્રકાર ડર પેસી ગયો હતો.
તેણે કોઈને પૂછ્યું, “ અહીં વળી આજે શી ધમાલ છે!”
“મને ચોકસ ખબર નથી; પણ એમ કહે છે કે, એક સ્ત્રીએ જુવાન અફસરનું ખૂન કર્યું હોવાથી તેના ઉપર કેસ ચાલે છે. પણ ખટલામાં કંઈ મેલીવિદ્યાની વાત પણ ભળેલી હોવાથી, બિશપ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org