________________
સાત ગાળા સાથે ન બેાલવી!
૧૨૩
કૅપ્ટને એના એ સુખ-સ્વપનના ઘેનના લાભ લઈ, તેની બૉડિસની કસેા છેડવા માંડી. તે વખતે તેના ખભા ઉપર વીંટેલે રૂમાલ ખસી જતાં તેના સુંદર ખભા પેલી કોટડીમાં ઊભેલા પાદરીની આંખે પડયા; અને તેને અંધારાં આવી ગયાં. તેના આખા શરીરનું લેાહી ઊકળી ઊઠયું હોય એમ ગરમ ગરમ થઈ ગયું.
પેલીનું ધ્યાન બીજે જ હતું. અચાનક તે ઊંઘમાંથી જાગી હોય એમ બોલી ઊઠી– “ફોબસ, તમે મને તમારા ધર્મ શીખવા ને !” મારો ધર્મ ! ઘેલી, તારે મારા ધર્મને શું કરવા છે?”
66
“કેમ, તે જ આપણે પરણી શકીએ ને?”
“લે, પરણવું શા માટે પડે, વળી?”
પેલીનું માં એકદમ પડી ગયું.
CC
પણ મારી મધુરી, આ બધા કેવા ગાંડા ખ્યાલેા તને છે? લગ્ન એ મોટી બાબત છે, એ ખરી વાત પણ કોઈ પાદરીની દુકાને જઈ બે ચાર લૅટિન વાકયા બાલી ન આવીએ, તેથી કરીને આપણે પ્રેમ ઓછા થઈ જાય શું?”
પણ આ બધું બેાલતાં બેલતાં ફોબસે પેલીને કમરેથી પકડીને પોતાના શરીર સાથે વધુ ને વધુ ભીડવા માંડી હતી. અને પછી તે વીજળીના ચમકારાની પેઠે તેના ખભા અને છાતી ઉપરના રૂમાલ તેણે ખે ચી કાઢવો. પેલી શરમની મારી મરવા જેવી થઈ ગઈ, અને છળીને દૂર ખસી ગઈ. તેણે પોતાની શરમ ઢાંકવા ખુલ્લા હાથ છાતી ઉપર દાબી દીધા.
પણ તેના ગળામાં બાંધેલું માળિયું હવે ખુલ્લું થઈ ગયું. એ છે એમ પૂછવાને બહાને ફાબસ તેની નજીક સરકયો.
""
એને ના અડકશેા! એની મને રક્ષા છે! એની શક્તિથી જહું મારા કુટુંબ ભેગી થઈ શકીશ;– પણ એ માટે મારે મારું શીલ અખંડ ાળવી રાખવું જોઈએ- એ મારી મા, મને બચાવ
કૅપ્ટન ફેબસ
ષા કરો મને મારો રૂમાલ પાછા આપો !”
૧-૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org