________________
૧૮ર
ધર્માધ્યક્ષ વાહ દસ્ત! સોગંદ ઉચ્ચારવામાં પણ તમારા જેવી કલ્પન કોઈ દોડાવી ન શકે! પણ ભલાદમી, આટલું બધું શું છે? શા કો આટલા બધા આકળા થઈ ગયા છો, વારુ?”
“અરે હમણાં જ હું પેલી વાંદરીઓના ટોળામાંથી છટા આવ્યો છું. તેમની સાથે જ્યારે જ્યારે હું હાજર હોઉં છું, ત્યારે તે સંભળાવવા મારા ગળામાં એટલા બધા સોગંદ આવીને ભરાય છે ત્યાં તો બોલી શકાય નહિ, એટલે બહાર આવી મારે આમ ખે હવામાં એ બધા ઠાલવી દઈ હળવા થવું પડે છે.”
ચાલો મહેરબાન, પીવા આવવું છે?”
જરૂર; ઘણી ખુશીથી; પણ બંદા પાસે એક કાવડિયુંય નથી | “પણ મારી પાસે છે ને!” “હોય નહિ! મને પહેલાં બતાવ જોઉં.”
જૈન ફ્રોએ પોતાના ભાઈની થેલી કેપ્ટનની આંખ રે અભિમાનપૂર્વક ધરી. દરમ્યાન, જાકને વિદાય કરી, ધર્માધ્યક્ષ દૂર ઊભા રહી, આ બે દોસ્તોની વાત સાંભળવા લાગ્યા –
ફોબસે નવાઈ પામી કહ્યું, “તારા ખિસ્સામાં થેલી ! અસંભવ બાલદીના પાણીમાં ચંદ્ર દેખાય, પણ એ તો માત્ર પ્રતિબિંબ જ છે તેમ તારી થેલીમાંય ખાલી કાંકરા જ ભરેલા હશે !”
જોન ફ્રૉલેએ તરત એ થેલી પાસેના ઓટલા ઉપર ઠાલુ |
વાહ, વાહ ! નાના મોટા ચાંદીના જ ટુકડાઓ છે ને! બે, વાહ ! કાલે રાતે કોને ત્યાં ધાડ પાડી છે, ભાઈ?”
“લે, કોઈને ધર્માધ્યક્ષ – આર્ચ-ડકન જેવો ભાઈ ન હોઈ શી પણ ચાલો દોસ્ત, હવે પીઠા ભણી વળીએ. અહીં ખુલ્લી હવામાં સુકાવા લાગ્યું !”
પણ ક્યાં જવા ધાર્યું છે? “લા-પૉમ-દ-ઇવ' માં ચાલ; ત્યાં મજા છે!”
“ઠીક, ત્યાં ચાલો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org