________________
ધર્માધ્યક્ષ રણકાવવા લાગ્યો, અને એક દોરડા પાસેથી બીજા દોરડા તરફ દોડતો. વારંવાર બોલવા લાગ્યો –
ગર્યો જા ! ગાયે જા! આજે ઉત્સવ છે. આળસુની ફેઈઓ! તમારી જીભ કટાઈ જવા બેઠી છે – ઉતાવળ કરો ! મારી પેઠે સૌને બહેરાં બનાવી દો ! શાબાશ! હજ જોરથી ! વાહ વાહ!”
અચાનક ઘંટા-ઘરને જડેલી સ્લેટોની તરાડમાંથી તેની નજર મંદિર બહારના ચકલામાં પડી : વિચિત્ર પોશાકવાળી એક છોકરી ત્યાં આવીને એક શેતરંજી બિછાવવા લાગી હતી. એક બકરી આવીને એ શેતરંજી ઉપર બેસી ગઈ, અને પછી લોકો એની આસપાસ મૂંડાળું રચતા ભેગા થવા લાગ્યા.
કસીમૉદો તરત ઘંટ વગાડવાનું ભૂલી, તરાડમાંથી એ છોકરી તરફ મીઠી નજરે જોવા લાગ્યો. એક વખત પહેલાં પણ ધર્માધ્યક્ષ તેને એ રીતે એ છોકરી તરફ જોતે દેખી ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org