________________
૧૫
ધર્માધ્યક્ષ પેલીએ આખી દુનિયાના અમૃતભર્યું મોં કરી, મધુર હસીને કહ્યું, “આપને ઓળખું છું તે !”
“પણ સાચું કહે જોઉં, તે રાતે મેં તને બિવરાવી મૂકી હતી કે નહિ?”
“ના રે ના, આપે શાની બિવરાવી? આપે તે મને બચાવીને આપની પાસે ઘોડા ઉપર બેસાડી લીધી હતી.”
પણ તેના બદલામાં તે શું કર્યું તે ખબર છે? તું તો કયાંય સરકી ગઈ અને મારા હાથમાં ધર્માધ્યક્ષને પેલો ખંધિયો જ આવ્યો ! આપણે તો જાણ્યું કે આપણા હાથમાં જીવતી જાગતી અપ્સરા જ આવી છે તે; પણ નીકળ્યો જીવતો જાગતે ખવ્વીસ! પણ એ ખવીસ તને શા માટે ઉપાડી જતો હતો? જાણે તારા જેવી ફૂટડી કન્યાઓ એવા મંદિરના ગોલા-ગુલામો માટે જ સરજાઈ ન હોય! પણ એ તારું શું કરવા માગતો હતો, તે તો કહે!”
હું કશું નથી જાણતી !”
“પણ કેવી બદમાશી? એના જે એક ઘંટ વગાડનાર નોકર વાઇકાઉંટની પેઠે એક ફૂટડી છોકરી ઉપર હાથ નાખે? સગૃહસ્થોના શિકારની એક હાલીમવાલી ચોરી કરે? પણ બેટમજીને તેનું બરાબર ફળ ચાખવા મળ્યું છે– આજે એને બરડો પિલરીવાળાએએ બરાબર છોલી નાખ્યો છે!”
બિચારો !” જિપ્સી-કન્યા હમણાં જ પોતે જે દેખાવ નજરે જોઈને આવી હતી તે યાદ આવતાં બેલી બેઠી.
પણ એટલામાં તો આસપાસની પેલી ફૂટડી યુવતીઓ એ જિપ્સીકન્યાના પિશાકની વિચિત્રતાની તથા સારી છોકરીઓ તે આમ રસ્તા વચ્ચે નાચતી-કૂદતી ફરતી હશે- એવી એવી ટીકા-નિંદા મોં મચકોડીને કરી કરી, પોતાના કરતાં વધુ સુંદર હોવાના તેના અપરાધની સજા તેને કરવા લાગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org